/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Hardik-Pandya-MS-Dhoni.jpg)
હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની (File Photo: Nirmal Harindran/Express Photo)
IPL 2024 Retention : ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL-2024ની આ સિઝનમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. એટલે કે તે ફરી એક વાર આઈપીએલમાં રમતો જોવા મળશે તે નિશ્ચિત બની ગયું છે. ગુજરાત ટાઇટન્સે 26 નવેમ્બરને રવિવારે આઇપીએલ 2024 માટે રિટેઇન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હાર્દિક પંડ્યાનું નામ સામેલ હતું. ગુજરાતે તેને રિટેઇન કરેલા ખેલાડીઓની યાદીમાં કેપ્ટન તરીકેનું સ્થાન આપ્યું હતું. જોકે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે તેને લઇને ટ્રેડ થયો છે. ઇન્ડિયન એક્સપ્રેસને આ માહિતી મળી છે.
26 નવેમ્બરે રિટેઇન કરેલા ખેલાડીઓની યાદી રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો. ટ્રેડિંગ વિન્ડો હજુ ખુલ્લી છે. હરાજીના 7 દિવસ પહેલા સુધી વિન્ડો ખુલ્લી રહેશે. આ હરાજી 19 ડિસેમ્બરના રોજ થવાની છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર મુંબઇએ હાર્દિક પંડ્યાને લેવા માટે પહેલા કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો હતો. આ પહેલા તેણે જોફ્રા આર્ચરને રિલીઝ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે યશ દયાલ અને કેએસ ભારત સહિત 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. IPL ફ્રેન્ચાઇઝીએ 2024 માટે રિટેઇન કરાયેલા અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં આ વખતે કેટલાક ફેરફાર કરવામાં આવશે. ધોની આ વખતે ઇંગ્લેન્ડના સ્ટાર બેન સ્ટોક્સનો સપોર્ટ નહીં મેળવી શકે કારણ કે તેણે પહેલા જ વર્કલોડના કારણે આ સિઝનમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. પોતાના આ નિર્ણય બાદ બેન સ્ટોક્સને રિલીઝ કરવામાં આવ્યો છે. ગત વર્ષે આઇપીએલની ફાઇનલ જીતીને આઇપીએલમાંથી નિવૃત્તિ લેનારા અંબાતી રાયડુને પણ સીએસકેએ રિલીઝ કરી દીધો છે.
Gujarat Titans retain #HardikPandya then trade him to Mumbai Indians; Cameron Green traded to RCB, reports @pdevendra#IPL2024 | #IPLRetentions | #IPLTradehttps://t.co/h1AaqYxWhy
— Express Sports (@IExpressSports) November 26, 2023
સીએસકેએ બેન સ્ટોક્સ સહિત 8 ખેલાડીઓને રિલીઝ કર્યા
19 ડિસેમ્બરે યોજાનારી આઈપીએલ 2024ની હરાજી પહેલા સીએસકેએ 4 વિદેશી ખેલાડીઓ અને 4 ભારતીય ખેલાડીઓ સહિત કુલ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. આ ખેલાડીઓને રિલીઝ બાદ હવે સીએસકેના પર્સમાં 31.60 કરોડ રૂપિયા બચ્યા છે.
આ પણ વાંચો - આઈપીએલ ટ્રેડ વિન્ડો શું છે, ખેલાડીઓની ટ્રાન્સફર કેવી રીતે થાય છે? સરળ ભાષામાં સમજો
સીએસકે દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓ
બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, કાયલ જેમિસન, ડ્વેન પ્રેટોરિયસ, ભગત વર્મા, સુભ્રંશુ સેનાપતિ, સિસંદા મગલા, આકાશ સિંઘ.
સીએસકે દ્વારા રિટેઇન કરાયેલા ખેલાડીઓ
એમએસ ધોની (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રશીદ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, મોઇન અલી, મિચેલ સેન્ટનર, શિવમ દુબે, દીપક ચાહર, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, મહીશ તીક્ષણા, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મતિશા પથીરાના.
ગુજરાત ટાઇટન્સના રિટેઇન કરેલા ખેલાડીઓ
ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન, અભિનવ મનોહર, બી સાંઇ સુદર્શન, દર્શન નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહમદ, આર સાઇ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્મા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us