IPL 2024 : ભારતીય ક્રિકેટ ટીમનો 2003માં વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. ફાઇનલ મેચમાં ટીમના કેપ્ટન રિકી પોન્ટિંગે 140 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. પોતાની ઈનિંગ્સમાં પોન્ટિંગે 8 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. આ કારણે ટીમે 359 રનનો પહાડ જેટલો સ્કોર બનાવ્યો હતો.
2003માં ફેલાઈ હતી અફવા
આ હારથી ભારતીય ચાહકો નિરાશ થયા હતા અને એવી અફવા ફેલાઇ હતી કે રિકી પોન્ટિંગના બેટમાં સ્પ્રિંગ લાગેલી છે. આ વાતમાં કોઇ સચ્ચાઇ ન હતી પરંતુ લાંબા સમયથી પ્રશંસકો વચ્ચે આવી વાતો થઈ રહી હતી. તે પરાજયના 21 વર્ષ બાદ આ રહસ્યનો ખુલાસો થયો છે.
દિલ્હી કેપિટલ્સે શેર કર્યો વીડિયો
દિલ્હી કેપિટલ્સે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોમેડિયન અમિત ભડાના કથિત રીતે રિકી પોન્ટિંગ સાથે સ્ટિંગ ઓપરેશન કરી રહ્યો છે. તે પોન્ટિંગને પૂછે છે કે શું 2003 ના વર્લ્ડ કપની ફાઇનલમાં તેમના બેટમાં ખરેખર સ્પ્રિંગ હતી. પોન્ટિંગ પોતાના હાથની તાકાત તરફ આંગળી કરે છે અને કહે છે, ના, મારા બેટમાં કોઇ સ્પ્રિંગ ન હતી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે અર્શદીપ સિંહ કે ખલીલ અહમદ? પસંદગી સમિતિ કરશે વિચાર
પોન્ટિંગને ખબર નથી કે શું હોય છે સ્પ્રિંગ બેટ
આ પછી પોન્ટિંગે કહ્યું કે બેટમાં કેવી રીતે સ્પ્રિંગ હોઈ શકે છે. શું તે બેટના હેન્ડલમાં હોય છે? કે પછી બેટના અંતે? મેં આ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ બધું માત્ર ભારતમાં જ કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં કોઇ એવું માનતું નથી કે બેટમાં સ્પ્રિંગ હોય છે. તમારે બધાએ પોતાનું હોમવર્ક કરવું જોઈએ.





