/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rishabh-Pant-fitness.jpg)
રિષભ પંતની ફાઇલ તસવીર X @RishabhPant17
IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા ઈન્ડિયન ક્રિકેટ અને દિલ્હી કેપિટલ્સ (DC)ને સારા સમાચાર મળ્યા છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર બનેલો રિષભ પંત મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને IPL 2024 માટે ફિટ જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે બોર્ડે તેને વિકેટકીપર બેટ્સમેન તરીકે ફિટ જાહેર કર્યો છે. 30 ડિસેમ્બર 2022ના રોજ રિષભ પંત દિલ્હીથી દેહરાદૂનમાં પોતાના ઘરે જતી વખતે એક માર્ગ અકસ્માતમાં થોડો બચી ગયો હતો. આ પછી તે 14 મહિના સુધી મેદાનથી દૂર રહ્યો. તેણે ઘૂંટણની સર્જરી કરાવી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવાર 12 માર્ચે IPL 2024 પહેલા રિષભ પંત, ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ શમીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું હતું. પંતને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે શમી અને પ્રસિદ્ધ કૃષ્ણ આ વખતે IPL રમી શકશે નહીં. રિષભ પંત વિશે બોર્ડે કહ્યું, "30 ડિસેમ્બર, 2022ના રોજ ઉત્તરાખંડના રૂરકી નજીક માર્ગ અકસ્માત બાદ 14 મહિનાના પુનર્વસન અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાંથી પસાર થયા પછી રિષભ પંતને હવે IPL 2024 માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે."
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/rishabh-pant.jpg)
આ પણ વાંચોઃ- મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર, ઋષભ પંતને લઇને જય શાહે આપી અપડેટ
પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે
રિષભ પંતને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવાનો અર્થ એ છે કે તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. જોકે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી જાહેરાત કરી નથી. કોચ રિકી પોન્ટિંગ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો પંત આખી સિઝન માટે ફિટ રહેશે તો તે કેપ્ટન રહેશે. જો આમ ન થાય તો કોઈક વિકલ્પ શોધવો પડશે.
આ પણ વાંચોઃ- IPL 2024: મુંબઈ ટીમની કેપ્ટનશિપ કરવી હાર્દિક પંડ્યા માટે પડકાર? અંબાતી રાયડુએ શું કહ્યું?
T20 વર્લ્ડ કપમાં પંતને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે
રિષભ પંતની ગેરહાજરીમાં 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. ડેવિડ વોર્નરે ટીમની કમાન સંભાળી હતી. ટીમને એક વિકેટકીપર બેટ્સમેનની ખોટ હતી. પંતને ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. BCCI સેક્રેટરી જય શાહે સોમવારે, 11 માર્ચના રોજ એવું કહ્યું હતું કે જો પંત વિકેટકીપિંગ માટે ફિટ છે, તો તેની પસંદગી જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા યોજાનારી ટુર્નામેન્ટમાં થઈ શકે છે. IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ યોજાવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us