IPL 2024 : ઋષભ પંત આઇપીએલ 2024માં રમશે કે નહીં? દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે આપી અપડેટ

IPL 2024 : ઋષભ પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ પંત હજુ પણ મેદાનથી દૂર છે

Written by Ashish Goyal
February 07, 2024 14:50 IST
IPL 2024 : ઋષભ પંત આઇપીએલ 2024માં રમશે કે નહીં? દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે આપી અપડેટ
ઋષભ પંત અને રિકી પોન્ટિંગ (તસવીર - બીસીસીઆઈ)

Rishabh Pant : ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં તેનો બચાવ થયો હતો. એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ ઋષભ પંત હજુ પણ મેદાનથી દૂર છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (આઈપીએલ 2024) થી મેદાનમાં પરત ફરશે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે અપડેટ આપી છે કે તે આઈપીએલ 2024માં રમશે કે નહીં?

રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સ અને ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આપ્યા છે. પોન્ટિંગે કહ્યું કે ઋષભ પંતને આ વર્ષે સંપૂર્ણ આઈપીએલમાં રમવાનો વિશ્વાસ છે. જોકે પંત વિકેટકીપિંગ અને કેપ્ટનશિપ કરશે તે નક્કી નથી. ગત વર્ષે ડેવિડ વોર્નરની કેપ્ટનશિપમાં દિલ્હીનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આઇપીએલ 2023માં 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી.

આ પણ વાંચો – રાજ લિંબાણી : અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે કચ્છના રણનો સ્વિંગ બોલર

રિકી પોન્ટિંગે શું કહ્યું?

રિકી પોન્ટિંગે કહ્યું તે ઋષભને વિશ્વાસ છે કે તે રમવા માટે ફિટ થઈ જશે. કઈ ક્ષમતામાં હજુ તેના વિશે નિશ્ચિત નથી. તમે બધાએ સોશિયલ મીડિયા પર વીડિયો જોયા હશે. તે સારી રીતે દોડી રહ્યો છે, પરંતુ અમે પ્રથમ મેચથી માત્ર છ અઠવાડિયા દૂર છીએ. તેથી અમને ખાતરી નથી કે તે આ વર્ષે વિકેટકીપિંગ કરશે કે નહીં. હું ખાતરી આપું છું કે જો હું તેને હમણાં જ પૂછીશ તો તે કહેશે કે તે દરેક મેચ રમશે, કીપિંગ કરશે અને હું નંબર 4 પર બેટિંગ કરીશ. તે આવા જ સ્વભાવનો છે.

અમે આશા રાખીએ છીએ કે ઋષભ પંત ઉપલબ્ધ રહેશે

રિકી પોન્ટિંગે વધુમાં જણાવ્યું હતું કે તે એક ડાયનમિક ખેલાડી છે. તે સ્પષ્ટ રુપે અમારો કેપ્ટન છે. ગયા વર્ષે અમને તેને ખોટ પડી હતી. જો તમે તેની છેલ્લા 12-13 મહિનાની સફર વિશે વિચારો છો તો તે એક ભયાનક ઘટના હતી. હું જાણું છું કે તે પોતાની જાતને નસીબદાર માને છે કે તે બચી ગયો છે, ફરીથી ક્રિકેટ રમવાની તકની તો વાત જ જવા દો. અમે આશા રાખીએ છીએ કે તે ઉપલબ્ધ રહેશે. જો તે દરેક મેચ ન રમે તો પણ અમે ઇચ્છીએ છીએ કે તે ઓછામાં ઓછી 10 મેચ રમે. પોન્ટિંગે કહ્યું કે જો પંત કેપ્ટન્સી માટે તૈયાર નહીં થાય તો ડેવિડ વોર્નર કેપ્ટન્સી કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ