/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/rishabh-pant-.jpg)
દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતની વાપસીને લઈને એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. (ફોટો - સ્ક્રીનગ્રેબ)
IPL 2024 : ડિસેમ્બર 2022માં રોડ અકસ્માતનો શિકાર બન્યા બાદ ઋષભ પંત મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. તે 14 મહિના સુધી મેદાનથી દૂર રહ્યો હતો. તેને આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાની મંજૂરી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આપવામાં આવી છે. આ પછી દિલ્હી કેપિટલ્સે તેમનું સ્વાગત કરતો એક ભાવુક વીડિયો શેર કર્યો છે.
દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું. વીડિયોમાં ફ્રેન્ચાઈઝી એક બાળક દ્વારા વિકેટ કીપર બેટ્સમેનની જર્સી મોકલે છે. બાળક કહે છે રિશુ ભૈયા, તમને ખૂબ યાદ કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ખેલાડીની વાપસીને લઇને પ્રશંસકો ઉત્સાહિત છે.
દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ ક્યારે રમાશે?
ડિસેમ્બર 2022 પછી પ્રથમ વખત ઋષભ પંત 23 માર્ચે ચંદીગઢના મુલ્લાંપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રમશે. બધાની નજર તેના પર એટલા માટે રહેશે કારણ કે બીસીસીઆઈના સચિવ જય શાહે પણ કહ્યું છે કે જો તે સારું પ્રદર્શન કરશે તો ટી-20 વર્લ્ડ કપમાં તેની પસંદગી થઈ શકે છે.
𝘋𝘪𝘭 𝘴𝘦 𝘢𝘶𝘳 𝘋𝘪𝘭𝘭𝘪 𝘴𝘦, 𝘸𝘦𝘭𝘤𝘰𝘮𝘦 𝘩𝘰𝘮𝘦 𝘙𝘪𝘴𝘩𝘢𝘣𝘩 🫶#YehHaiNayiDilli#ROARFOR2024#IPL2024#RishabhPantpic.twitter.com/g9VTMr9xBz
— Delhi Capitals (@DelhiCapitals) March 13, 2024
આ પણ વાંચો - આઈપીએલ 2024 પછી એમએસ ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે?
આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે
આઈપીએલ 2024 ની શરૂઆત 22 માર્ચથી ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચેની મેચ સાથે થશે. આ મેચ ચેન્નઇના ચેપોક ખાતે રમાશે. આઈપીએલ 2024 નું સંપૂર્ણ શેડ્યૂલ હજી જાહેર થવાનું બાકી છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને હાલ 15 દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સંપૂર્ણ કાર્યક્રમ થોડા દિવસોમાં રિલીઝ કરવામાં આવશે.
પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે
ઋષભ પંતને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવાનો અર્થ એ છે કે તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. જોકે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી જાહેરાત કરી નથી. કોચ રિકી પોન્ટિંગ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો પંત આખી સિઝન માટે ફિટ રહેશે તો તે કેપ્ટન રહેશે. જો આમ ન થાય તો કોઈક વિકલ્પ શોધવો પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us