રોહિત શર્મા સાથે ફેમિલી ડિનર પર સુનીલ શેટ્ટી, જમાઇ કેએલ રાહુલને કર્યો નજરઅંદાજ, LSG કેપ્ટને કહ્યું - બદલો લઇશ

IPL 2024 : રોહિત શર્મા આ વખતે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે જોવા મળશે નહીં. બીજી તરફ કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે

IPL 2024 : રોહિત શર્મા આ વખતે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે જોવા મળશે નહીં. બીજી તરફ કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rohit sharma, kl rahul, ipl 2024

કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર એક ફની એડનો વીડિયો શેર કર્યો છે (કેએલ રાહુલ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

IPL 2024 : આઇપીએલ 2024ની શરૂઆત થવામાં હવે થોડો દિવસો જ બાકી રહ્યા છે. ગત સપ્તાહ સુધી સાથે રમનારા ખેલાડીઓ હવે એકબીજા સામે રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન કેએલ રાહુલના સસરા સુનીલ શેટ્ટી પોતાના જ જમાઈની વિરુદ્ધ જોવા મળ્યા હતા. તે રાહુલની ટીમ લખનઉ છોડીને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.

Advertisment

કેએલ રાહુલે એક ફની વીડિયો શેર કર્યો

કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર એક ફની એડનો વીડિયો શેર કર્યો છે. આ એડમાં રોહિત શર્મા અને સુનીલ શેટ્ટી એકસાથે બેસીને ખાવાનું ખાતા જોવા મળ્યા હતા. ત્યારે કેએલ રાહુલ ત્યાં આવીને બેસી જાય છે. રોહિત શર્માએ તેને રોકીને કહ્યું કે અહીં ફેમિલી ડિનર ચાલી રહ્યું છે. રાહુલ સુનીલ શેટ્ટીને આશ્ચર્યથી જુએ છે અને કહે છે - પાપા?

જમાઈની વિરુદ્ધ થયા સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી રોહિત સામે જોઈને કહે છે, 'નો પાપા, જ્યાં સુધી ટૂર્નામેન્ટ ઓન છે, શર્મા જી નો પુત્ર મારો પુત્ર છે. સુનિલ શેટ્ટી રોહિતને તેના હાથથી ખવડાવે છે અને કેએલ રાહુલ ત્યાંથી ગુસ્સે થઈને નીકળી જાય છે. રાહુલે આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે આ શર્માજીના દીકરાએ અહીં પણ બધું જ લઈ લીધું. હું આનો બદલો ચોક્કસ લઈશ, રોહિત શર્મા. પ્રશંસકોને આ ફની એડ ખૂબ જ પસંદ આવી રહી છે.

Advertisment

આ પણ વાંચો - રાજસ્થાન રોયલ્સની આવી હોઇ શકે છે સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન, જાણો શું છે ટીમની તાકાત અને નબળાઇ

હાર્દિક ટીમનો કેપ્ટન હશે

રોહિત શર્મા આ વખતે માત્ર બેટ્સમેન તરીકે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બનશે. રોહિત શર્માએ મુંબઈને પાંચ વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવ્યું હતું પણ મેનેજમેન્ટે હવે આ જવાબદારી હાર્દિક પંડયાને સોંપી દીધી છે. હાર્દિક છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. તેની કેપ્ટન્સીમાં ટીમ એક વખત ચેમ્પિયન બની હતી અને એક વખત રનર્સ અપ રહી હતી.

આઈપીએલની હરાજીની પહેલા હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. તેના થોડા સમય બાદ જ તેની ટીમના કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ મુંબઈ ઇન્ડિયન્સની ઘણી ટિકા થઇ હતી. જોકે હાર્દિક પંડયાએ કહ્યું હતુ કે તે આ વાતો પર ધ્યાન આપી રહ્યો નથી અને તેની નજર તેના કામ પર છે.

કે એલ રાહુલ IPL રોહિત શર્મા સ્પોર્ટ્સ