/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/RCB-Stadium.jpg)
આરસીબીનું હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી (તસવીર - આઈપીએલ)
પ્રત્યુષ રાજ, વેંકટ કૃષ્ણ બી : આઈપીએલ 2024ની સિઝન રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે સારી રહી નથી. તે અત્યાર સુધીમાં સાત મેચ રમ્યું છે અને જેમાં તે માત્ર એક જ મેચ જીતી શક્યું છે. હાલમાં તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આવી સ્થિતિ હોવા છતાં આરસીબીના ચાહકોનો ક્રેઝ ઓછો થયો નથી. આનો પુરાવો આરસીબીના હોમગ્રાઉન્ડ પરની મેચોની ટિકિટની કિંમત છે. આરસીબીની ડોમેસ્ટિક મેચોની ટિકિટની કિંમત 50 હજાર સુધી પહોંચી ગઈ છે.
બેંગલુરુમાં ટિકિટનો ભાવ 50,000 રૂપિયાને પાર
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે લખનઉ સુપર જાયન્ટ્સની હોમ મેચ માટે સૌથી સસ્તી ટિકિટની કિંમત 499 રૂપિયા હતી. જોકે જો કોઈ ચાહક છેલ્લી ઘડીએ આરસીબીની મેચ માટે બેસ્ટ સીટ બુક કરવા માંગે તો પછી તેને 52938 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. ચાહકોની માગને જોતા આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓ પણ ટિકિટના ભાવમાં વધારો કરી રહી છે, જેથી તેમને મહત્તમ ફાયદો મળી શકે.
ફ્રેન્ચાઇઝીઓ પોતાના હિસાબે નક્કી કરે છે કિંમત
બીસીસીઆઈએ ફ્રેન્ચાઈઝીને પોતાની રીતે ટિકિટની કિંમત નક્કી કરવાનો અધિકાર આપ્યો છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રાજન મનચંદાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝીઓ પોતાના હિસાબથી કિંમત નક્કી કરે છે. અમે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને આપીએ છીએ. અમારે ટિકિટના ભાવ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો - ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી, ગિલક્રિસ્ટ અને ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો
બેંગલુરુમાં મેચ માટે સૌથી ઓછી ટિકિટની કિંમત 2300 રૂપિયા છે. આ અન્ય તમામ ટીમોની સૌથી સસ્તી ટિકિટ કરતા વધારે છે. બેંગલુરુમાં રમાયેલી પ્રથમ મેચમાં ફેન ટેરેસની કિંમત 4840થી 6292ની વચ્ચે હતી, જ્યારે કોર્પોરેટ સ્ટેન્ડની કિંમત 42,350થી 52,938ની વચ્ચે હતી.
ચેન્નાઈમાં સૌથી સસ્તી ટિકિટની કિંમત 1,700 રૂપિયા છે અને સૌથી મોંઘી ટિકિટની કિંમત 6,000 રૂપિયા છે. જે કોઈપણ ફ્રેન્ચાઇઝી માટે સૌથી ઓછી છે. અન્ય ટિકિટની કિંમત 2,500, 3,500 અને 4,000 રૂપિયા છે
આઈપીએલમાં અલગ-અલગ ટીમના ટિકિટની કિંમત
| ટીમ | સૌથી ઓછી કિંમત | સૌથી વધારે કિંમત |
| રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 2,300 રૂપિયા | 52,938 રૂપિયા |
| લખનઉ સુપર જાયન્ટ્સ | 499 રૂપિયા | 20,000 રૂપિયા |
| કોલકાતા નાઇટ રાઇડર્સ | 750 રૂપિયા | 28,000 રૂપિયા |
| મુંબઈ ઇન્ડિયન્સ | 990 રૂપિયા | 18,000 રૂપિયા |
| ગુજરાત ટાઇટન્સ | 499 રૂપિયા | 20,000 રૂપિયા |
| ચેન્નાઇ સુપર કિંગ્સ | 1,700 રૂપિયા | 6,000 રૂપિયા |
| દિલ્હી કેપિટલ્સ | 2,000 રૂપિયા | 5,000 રૂપિયા |
| રાજસ્થાન રોયલ્સ | 500 રૂપિયા | 20,000 રૂપિયા |
| સનરાઇઝર્સ હૈદરાબાદ | 750 રૂપિયા | 30,000 રૂપિયા |
| પંજાબ કિંગ્સ | 750 રૂપિયા | 9,000 રૂપિયા |
ફ્રેન્ચાઈઝીઓને ટિકિટના પૂરા પૈસા મળતા નથી
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે જણાવ્યું હતું કે ટિકિટો કાળા બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે, જે અમારા માટે કોઈ કામની નથી. અમારે તે પ્રમાણે જોવું પડે છે. જ્યારથી સ્ટેડિયમની સુવિધાઓમાં વધારો થયો છે. અમે માર્કેટની ડિમાન્ડ જોયા બાદ ભાવ નક્કી કર્યા છે. ટિકિટ પર 28 ટકા જીએસટી અને 25 ટકા મનોરંજન કર લાગે છે. અમારી પાસે ટિકિટના ઘણા ઓછા પૈસા આવે છે.
સ્ટાર ખેલાડીઓના નામની પણ પડે છે અસર
પંજાબ કિંગ્સના એક અધિકારીએ કહ્યું કે જો તમે મુંબઈમાં રમી રહ્યા છો તો તમને ટિકિટ 5000 રૂપિયામાં મળશે. પરંતુ ચંદીગઢમાં તે ટિકિટ 1000 રૂપિયાની છે. ડિમાન્ડ અને સપ્લાયના અનુસાર કિંમત નક્કી કરવામાં આવે છે. મુંબઈમાં એક ચાહક મેચ જોવા માટે 5000 રૂપિયા આપશે પરંતુ ચંદીગઢમાં આવું નહીં થાય. બીજી તરફ એમએસ ધોની, વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા હોય તો ટિકિટની કિંમત વધારે હશે પરંતુ રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ કે લખનઉની મેચમાં એવું નહીં થાય. ધોની અને કોહલીના મેચની તમામ ટિકિટો વેચાઇ જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us