RR vs LSG IPL 2024 : રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો, જાણો પીચ રિપોર્ટ

Rajasthan Royals vs Lucknow Super Giants IPL 2024 Live Score : આઈપીએલ 2024માં સંજુ સેમસન અને કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટસ ટીમ જાયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ટકરાશે. વાંચતા રહો આઈપીએલ ક્રિકેટ મેચના લેટેસ્ એપટેડ

Written by Ajay Saroya
Updated : March 24, 2024 16:03 IST
RR vs LSG IPL 2024 : રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો, જાણો પીચ રિપોર્ટ
રાજસ્થાનની સૌથી મોટી તાકાત આ ટીમની બેટિંગ છે (તસવીર - રાજસ્થાન રોયલ્સ ઇન્સ્ટા)

Rajasthan Royals vs Lucknow Super Giants IPL 2024 Live Score : આઈપીએલ 2024 સીઝનમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો થશે. સંજુ સેમસનની આગેવાનીમાં આરઆર ટીમ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ એલએસજી સામે મેદાનમાં ઉતરશે.

આઇપીએલ 2024 ની ચોથી મેચ રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાન અને લખનઉ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન કેએલ રાહુલના ફોર્મ અને ફિટનેસ પર બધાની નજર રહેશે. વિકેટકિપર બેટ્સમેન કેએલ રાહુલને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન ઈજા થઈ હતી. જોકે હવે તે ફિટ છે અને ફરી વાપસી કરવા માટે તૈયાર છે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં લખનઉની ટીમ છેલ્લી બે સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન પણ આઇસીસી ટુર્નામેન્ટ માટે વિકેટકિપર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે અને તે શરુઆતથી જ શાનદાર દેખાવ કરવાની પણ કોશીશ કરશે. રોયલ્સ 2022માં ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેઓ ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયા હતા. આઇપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ ભારતીય સમયાનુસાર બપોરે 03:30 વાગ્યાથી શરુ થશે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ 11 સંભવિત

આઈપીએલ 2024 માટે રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ 11ના નામ આ મુજબ છે. જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ.

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ 11

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ 11ના નામ આ મુજબ છે. ક્વિન્ટોન ડી કોક, દેવદત્ત પડિક્કલ, દીપક હૂડા, કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડયા, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ