IPL Schedule 2024 : આઈપીએલ 2024 કાર્યક્રમ, શુક્રવારથી ધમાકેદાર પ્રારંભ, અમદાવાદમાં 24 માર્ચે પ્રથમ મેચ

IPL 2024 Schedule in Gujarati: આઈપીએલ 2024માં શરૂઆતમાં 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે

IPL 2024 Schedule in Gujarati: આઈપીએલ 2024માં શરૂઆતમાં 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ipl 2024 schedule live, ipl 2024 schedule, ipl 2024 schedule

IPL Schedule 2024 : આઈપીએલ 2024 કાર્યક્રમ (તસવીર- આઈપીએલ)

IPL 2024 Schedule Fixtures Match Timings Venue Updates: આઈપીએલ 2024નું કાઉનડાઉન શરુ થઇ ગયું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નઇમાં રમાશે. એટલે કે પ્રથમ દિવસે જ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેનો જંગ જોવા મળશે.

Advertisment

આઈપીએલ 2024માં શરૂઆતની 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરાયો

આઈપીએલ 2024માં શરૂઆતમાં 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બપોરની મેચ 3.30 કલાકે અને સાંજની મેચ 7.30 કલાકેથી શરૂ થશે. આઈપીએલ શરૂ થયાના બીજા જ દિવસે ડબલ હેડર મુકાબલા રમાશે. 23 માર્ચને શનિવારે બપોરે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. જ્યારે આ જ દિવસે સાંજે કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. રવિવારને 24 માર્ચે બપોરે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. જ્યારે સાંજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદમાં રમાશે.

આ પણ વાંચો - તાન્યા સિંહ આત્મહત્યા કેસ : ઉભરતી મોડલ, IPL ક્રિકેટરથી દોસ્તી, આખરી કોલ અને પ્રાઇવેટ તસવીર

,

Advertisment

લોકસભા ચૂંટણી હોવાના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા થોડી મેચોનો જ કાર્યક્રમની જાહેરાત કર્યો છે. બાકીનો કાર્યક્રમના હવે ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

IPL ઓપનિંગ સેરેમની : બોલિવૂડ સ્ટાર્સ કરશે પર્ફોમન્સ

આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, જાણીતા ગાયક સોનુ નિગમ અને એ.આર.રહેમાન પરફોર્મ કરશે. આ ભવ્ય સમારંભમાં દેશી સ્ટાર્સ ઉપરાંત ડીજે એક્સવેલનો પણ મહત્વનો કેમિયો જોવા મળશે. ગયા વર્ષે તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના, અને સિંગર અરિજિત સિંહે આઇપીએલના ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ આપ્યું હતું.

IPL 2024 Schedule : આઈપીએલ 2024 કાર્યક્રમ

મેચતારીખવારસમયસ્થળ
CSK vs RCB22 માર્ચશુક્રવાર8:30ચેન્નઇ
PBKS vs DC23 માર્ચશનિવાર3:30મોહાલી
KKR vs SRH23 માર્ચશનિવાર7:30કોલકાતા
RR vs LSG24 માર્ચરવિવાર3:30જયપુર
GT vs MI24 માર્ચરવિવાર7:30અમદાવાદ
RCB vs PBKS25 માર્ચસોમવાર7:30બેંગાલુરુ
CSK vs GT26 માર્ચમંગળવાર7:30ચેન્નઇ
SRH vs MI27 માર્ચબુધવાર7:30હૈદરાબાદ
RR vs DC28 માર્ચગુરુવાર7:30જયપુર
RCB vs KKR29 માર્ચશુકવાર7:30બેંગાલુરુ
LSG vs PBKS30 માર્ચશનિવાર7:30લખનઉ
GT vs SRH31 માર્ચરવિવાર3:30અમદાવાદ
DC vs CSK31 માર્ચરવિવાર7:30વિઝાગ
MI vs RR1 એપ્રિલસોમવાર7:30મુંબઇ
RCB vs LSG2 એપ્રિલમંગળવાર7:30બેંગાલુરુ
DC vs KKR3 એપ્રિલબુધવાર7:30વિઝાગ
GT vs PBKS4 એપ્રિલગુરુવાર7:30અમદાવાદ
SRH vs CSK5 એપ્રિલશુક્રવાર7:30હૈદરાબાદ
RR vs RCB6 એપ્રિલશનિવાર7:30જયપુર
MI vs DC7 એપ્રિલરવિવાર3:30મુંબઇ
LSG vs GT7 એપ્રિલરવિવાર7:30લખનઉ

2023માં સીએસકે ચેમ્પિયન બની હતી

IPL 2023માં એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ચેમ્પિયન બની હતી. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ પંજાબ કિંગ ગુજરાત ટાઇટન્સ chennai super kings દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ