IPL 2024 Schedule : આઇપીએલ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 26 મે ના રોજ ફાઇનલ, અમદાવાદમાં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ

IPL 2024 Schedule : આઈપીએલ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. 26 મે ના રોજ ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમાશે

Written by Ashish Goyal
Updated : March 25, 2024 18:29 IST
IPL 2024 Schedule : આઇપીએલ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 26 મે ના રોજ ફાઇનલ, અમદાવાદમાં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ
આઈપીએલ ટ્રોફી (તસવીર -સોશિયલ મીડિયા)

IPL 2024 Schedule : આઈપીએલ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઇ ગયો છે . આ ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચથી થઈ ગઇ છે પરંતુ દેશમાં લોકસભા ચૂંટણીને કારણે શરૂઆતમાં માત્ર 21 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં 22 માર્ચ 2024થી 7 એપ્રિલ સુધીની મેચોની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ આગામી કાર્યક્રમ જાહેર કરવા માટે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની રાહ જોઈ રહ્યું હતું. ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પછી હવે બીસીસીઆઈએ બાકીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

બોર્ડે જાહેર કરેલો બાકીનો કાર્યક્રમ 8 એપ્રિલથી એટલે કે એક પણ દિવસનો વચ્ચે ગેપ નથી. પહેલા તબક્કાની જેમ જ બીજા તબક્કાની પહેલી મેચમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ રમી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો 8 એપ્રિલે ચેપોક ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર

આઈપીએલની ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ 21 અને 22 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ક્વોલિફાયર- 2 અને ફાઇનલ ચેન્નઇના ચેપોકમાં 24 અને 26 મે ના રોજ રમાશે. આ બંને સ્ટેડિયમ પ્લેઓફ અને ફાઇનલ માટે એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કારણ કે ગત વર્ષે ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચ્યું હતું. આ જ કારણે પ્રથમ મેચ પણ ચેન્નઇમાં રમાઇ હતી.

આ પણ વાંચો – આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે 31 મેચો રમાઇ છે, જાણો બન્નેનો કેવો છે રેકોર્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ 8 મેચો રમાશે

પ્રથમ અને બીજા તબક્કામાં જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ કુલ 8 મેચો રમાશે. પ્રથમ તબક્કાના કાર્યક્રમ પ્રમાણે 31 માર્ચે સનરાઇઝર્સ હૈદરબાદ સામે અને 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ સિવાય 16 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ સિવાય ગુજરાત ટાઇટન્સ 28 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે, 10 મેના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ સામે 13 મે ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. આ સિવાય ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મુકાબલો અમદાવાદમાં રમાશે. એટલે કે કુલ 8 મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આઇપીએલના બાકીના કાર્યક્રમ અનુસાર તારીખ 21મી એપ્રિલે ડબલ હેડર્સ રમાશે. આ પછી 27 અને 28 એપ્રિલના રોજ ડબલ હેડર્સ રાખવામાં આવ્યા છે. 5 મે ના રોજ પણ ડબલહેડર છે. 5 મે બાદ 12 મેના રોજ ડબલ હેડર્સ થશે. લીગ સ્ટેજની છેલ્લી મેચ 19 મે ના રોજ રમાશે. 19 મેના રોજ ડબલ હેડર મુકાબલો છે. આઇપીએલ 2024ના લીગ સ્ટેજની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર પંજાબ કિંગ્સ તેની બે મેચ ધર્મશાલામાં રમશે. રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીમાં બે મેચ રમશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ