IPL 2024 : આઈપીએલ 2024ની સિઝન 22 માર્ચથી શરૂ થશે, લોકસભાની ચૂંટણી વચ્ચે દેશમાં જ રમાશે મેચો

IPL 2024 schedule : આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે કહ્યું કે શરૂઆતમાં માત્ર પ્રથમ 15 દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. બાકીનો કાર્યક્રમ ચૂંટણીઓની તારીખો જાહેર થયા પછી નક્કી કરવામાં આવશે

Written by Ashish Goyal
February 20, 2024 18:26 IST
IPL 2024 : આઈપીએલ 2024ની સિઝન 22 માર્ચથી શરૂ થશે, લોકસભાની ચૂંટણી વચ્ચે દેશમાં જ રમાશે મેચો
IPL Schedule 2024 : આઈપીએલ 2024 કાર્યક્રમ (તસવીર- આઈપીએલ)

IPL 2024 schedule : ઈન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન અરુણ ધુમલે મંગળવારે પીટીઆઈને જણાવ્યું હતું કે બહુપ્રતિક્ષિત આઈપીએલ 22 માર્ચથી શરૂ થવાની છે. લોકસભાની ચૂંટણીઓ હોવા છતાં આખી ટૂર્નામેન્ટ દેશમાં યોજાશે. એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી થવાની સંભાવના છે. આ જ મુખ્ય કારણ છે કે આઇપીએલની 17મી સિઝનનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

અરુણ ધુમલે કહ્યું કે શરૂઆતમાં માત્ર પ્રથમ 15 દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. બાકીના મુકાબલા માટેના રોસ્ટર સામાન્ય ચૂંટણીઓની તારીખો જાહેર થયા પછી નક્કી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત આગામી મહિનાની શરૂઆતમાં કરવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે અમે ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચથી કરવાનું વિચારી રહ્યા છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે પહેલા પ્રારંભિક કાર્યક્રમ બહાર પાડીશું. સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે.

2019માં તમામ મેચ ભારતમાં જ રમાઈ હતી

2009માં લોકસભા ચૂંટણી દરમિયાન આઈપીએલ સંપૂર્ણપણે વિદેશમાં (દક્ષિણ આફ્રિકા) યોજવામાં આવી હતી, જ્યારે 2014માં લોકસભાની ચૂંટણીઓને કારણે આંશિક રીતે યુએઈમાં યોજાઇ હતી. જોકે 2019માં લોકસભાની ચૂંટણી હોવા છતાં આ ટૂર્નામેન્ટની તમામ મેચો ભારતમાં જ રમાઈ હતી. આઇપીએલની સમાપ્તિના ગણતરીના દિવસોમાં જ ટી-20 વર્લ્ડ કપ શરુ થઈ જશે. તે બાબતને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટની ફાઈનલ 26મી મે ના રોજ યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો –  રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ છવાયો, ભારતીય ટીમે બનાવ્યા આટલા રેકોર્ડ્સ

ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024માં પોતાની પહેલી મેચ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે રમશે. આઇસીસીની આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 1 જુન, 2024થી અમેરિકા અને કેનેડા વચ્ચેના મુકાબલાથી થશે. નિયમ પ્રમાણે ગત વર્ષની ફાઈનલિસ્ટ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રનર્સઅપ ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઇપીએલની ઓપનિંગ મેચ રમાશે.

2024ની સિઝન માટે ખેલાડીઓની હરાજી ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાઈ હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ