CSK vs SRH Head To Head Records : આઈપીએલમાં ચેન્નાઇ વિ હૈદરાબાદ ટક્કર, કેવું છે બન્ને ટીમનું પ્રદર્શન

CSK vs SRH Head To Head : ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 8 મેચ રમી છે. જેમાં 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદની ટીમનો 8 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે

CSK vs SRH Head To Head : ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 8 મેચ રમી છે. જેમાં 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદની ટીમનો 8 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs SRH Head To Head, CSK vs SRH, IPL 2024

IPL CSK vs SRH : આઈપીએલ 2024ની 46મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback CSK vs SRH : આઈપીએલ 2024ની 46મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 28 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 8 મેચ રમી છે. જેમાં 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદની ટીમનો 8 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નાઇ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો સીએસકેનું પલડું ભારે જોવા મળે છે.

Advertisment

ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં ચેન્નાઇ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 20 મુકાબલા થયા છે. જેમાં 14 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. જ્યારે 6 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 132 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 192 અને લોએસ્ટ સ્કોર 134 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં હૈદરાબાદનો 6 વિકેટે વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024, આખરે આરસીબીને જીત મળી, હૈદરાબાદનો પરાજય

હોમગ્રાઉન્ડમાં સીએસકે અને હૈદરાબાદનો રેકોર્ડ

ચેન્નાઇ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 4 મેચો રમાઇ છે અને ચારેય મેચમાં સીએસકેનો વિજય થયો છે. બીજી તરફ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 5 મેચ રમાઇ છે. જેમાં 2 મેચમાં સીએસકેનો અને 3 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 9 મેચમાં સીએસકેનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

Advertisment
સનરાઇઝર્સ હૈદરાબાદ chennai super kings Mahendra Singh Dhoni IPL