SRH vs GT Head To Head Records : આઈપીએલમાં ગુજરાત વિ. હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કઇ ટીમ છે મજબૂત

SRH vs GT Head To Head Records : હૈદરાબાદ આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ ગુજરાતનો ટીમનો 13 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. 1 મેચ વરસાદના કારણે રદ થઇ હતી

SRH vs GT Head To Head Records : હૈદરાબાદ આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ ગુજરાતનો ટીમનો 13 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. 1 મેચ વરસાદના કારણે રદ થઇ હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
SRH vs GT Head To Head, SRH vs GT, IPL 2024

IPL 2024, SRH vs GT : આઈપીએલ 2024ની 66મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback SRH vs GT : આઈપીએલ 2024ની 66મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 16 મે ના રોજ સાંજે 7.30 કલાકે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદ આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ ગુજરાતનો ટીમનો 13 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. 1 મેચ વરસાદના કારણે રદ થઇ હતી. આઈપીએલમાં હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ગુજરાતનું પલડું ભારે જોવા મળે છે.

Advertisment

ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 162 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 195અને લોએસ્ટ સ્કોર 154 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે ગુજરાતનો 7 વિકેટે વિજય થયો હતો.

આ પણ વાંચો -  આઈપીએલ 2024 પ્લેઓફની ટિકિટ કેવી રીતે ખરીદવી, અમદાવાદમાં રમાશે બે મેચ

હોમગ્રાઉન્ડમાં ગુજરાત અને હૈદરાબાદનો રેકોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે એકપણ મેચ રમાઇ નથી. બીજી તરફ ગુજરાતના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચ રમાઇ છે અને બન્ને મેચમાં ગુજરાતનો વિજય થયો છે.

Advertisment

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે 2 મેચ રમાઇ છે. એક મેચમાં ગુજરાતનો અને એક મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ગુજરાત ટાઇટન્સ shubman gill IPL સ્પોર્ટ્સ