IPL Flashback SRH vs LSG : આઈપીએલ 2024ની 57મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 8 મે ના રોજ સાંજે 7.30 કલાકે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં 11 મેચમાંથી 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદનો 11 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 5 માં પરાજય થયો છે. આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો લખનઉનું પલડું ભારે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 3 મુકાબલા થયા છે. જેમાં ત્રણેય મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. હૈદરાબાદ એકપણ મેચ જીતી શક્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 185 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 182 છે અને લોએસ્ટ સ્કોર 121 રન છે. આઈપીએલ 2023માં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં લખનઉનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, દિલ્હી કેપિટલ્સે જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી
હોમગ્રાઉન્ડમાં હૈદરાબાદ અને લખનઉનો રેકોર્ડ
લખનઉના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને જેમાં લખનઉનો વિજય થયો છે. હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને જેમાં લખનઉનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને જેમાં લખનઉનો વિજય થયો છે.





