SRH vs RR Head To Head Records : આઈપીએલમાં રાજસ્થાન વિ. હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કઇ ટીમ છે મજબૂત

SRH vs RR Head To Head : રાજસ્થાનની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 8 મેચમાં વિજય થયો છે જ્યારે 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ હૈદરાબાદની ટીમનો 9 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

SRH vs RR Head To Head : રાજસ્થાનની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 8 મેચમાં વિજય થયો છે જ્યારે 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ હૈદરાબાદની ટીમનો 9 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
SRH vs RR head to head Records, SRH vs RR, IPL 2024

IPL 2024, SRH vs RR : આઈપીએલ 2024ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback SRH vs RR : આઈપીએલ 2024ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 2 મે ના રોજ સાંજે 7.30 કલાકે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાનની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 8 મેચમાં વિજય થયો છે જ્યારે 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ હૈદરાબાદની ટીમનો 9 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ છે.

Advertisment

રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 18 મુકાબલા થયા છે. જેમાં 9 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 220 અને લોએસ્ટ સ્કોર 102 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024, પંજાબ કિંગ્સનો આસાન વિજય, ચેન્નાઇ ઘરઆંગણે હાર્યું

હોમગ્રાઉન્ડમાં રાજસ્થાન અને હૈદરાબાદનો રેકોર્ડ

રાજસ્થાનના હોમગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 4 મેચ રમાઇ છે. જેમાં રાજસ્થાનનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે હૈદરાબાદનો 2 મેચમાં વિજય થયો છે. બીજી તરફ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 4 મેચ રમાઇ છે. જેમાં 3 મેચમાં હૈદરાબાદનો અને 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 10 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 4 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

રાજસ્થાન રોયલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ IPL સ્પોર્ટ્સ