IPL Record : IPL 2024 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. તમામ ટીમોએ અલગ-અલગ જગ્યાએ કેમ્પ લગાવીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લી 16 સિઝનમાં ચાહકોને આ લીગમાં ઘણી એક્શન જોવા મળી છે. ક્યારેક બેટ્સમેનોએ પોતાની આક્રમક બેટિંગથી મેચ બદલી નાખી તો ક્યારેક બોલરોએ શાનદાર બોલિંગથી જીત અપાવી છે. આ દરમિયાન ઘણા રેકોર્ડ પણ જોવા મળ્યા છે. લીગની 17મી સિઝન 24 માર્ચ 2024થી શરૂ થવાની છે. આ સમયે જાણો અત્યાર સુધીના આઈપીએલના 23 સૌથી મોટા રેકોર્ડ્સ.
IPLના 23 મોટા રેકોર્ડ
-સૌથી વધુ મેચ રમનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સ લીગમાં સૌથી વધારે 247 મેચ રમ્યું છે.
-સૌથી વધુ મેચ જીતનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 138 મેચ જીતી છે.
-સૌથી વધુ મેચ હારનાર ટીમ – દિલ્હી કેપિટલ્સ સૌથી વધુ 127 મેચ હારી છે.
-સૌથી વધુ સ્કોર બનાવનાર ટીમ – 2013માં પૂણે વોરિયર્સ સામે આરસીબીએ 263 રન બનાવ્યા હતા.
-સૌથી લોએસ્ટ સ્કોર બનાવનારી ટીમ – આરસીબીએ વર્ષ 2017માં કેકેઆર સામે 49 રન બનાવ્યા હતા.બનાવ્યું હતું.
-સૌથી વધુ સદી ફટકારનારી ટીમ – RCBએ 17 સદી ફટકારી છે જે લીગમાં સૌથી વધુ છે.
-સૌથી વધુ 50+ સ્કોર કરનારી ટીમ – RCBના ખેલાડીઓએ લીગમાં 213 વખત 50+ સ્કોર બનાવ્યો છે.
-સૌથી વધુ સિક્સર ફટકારનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે 1548 સિક્સ ફટકારી છે.
-સૌથી વધુ ફોર ફટકારનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે 3418 ચોગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો – અત્યાર સુધીના ઓરેન્જ કેપ વિજેતાઓની યાદી, જાણો સૌથી વધારે કોણે જીતી છે આ કેપ
-સૌથી વધુ ડક – દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ 157 વખત ડક પર આઉટ થયા છે. કોઇપણ ટીમ કરતાં વધુ સંખ્યા છે.
-સૌથી વધુ મેઇડન ઓવર ફેંકનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે લીગમાં સૌથી વધુ 44 ઓવર મેઇડન નાખી છે.
-સૌથી વધુ ચાર વિકેટ લેનારી ટીમ – પંજાબ કિંગ્સના બોલરોએ સૌથી વધુ ચાર વિકેટ લીધી.વિકેટ લીધી છે.
-સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી છે.
-સૌથી વધારે સિક્સર આ ટીમ સામે લાગ્યા છે – આરસીબી સામે હરિફ ટીમોએ 1499 સિક્સર ફટકારી છે.
-જે ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવામાં આવી છે – મુંબઈ ઈન્ડિયન્સ સામે 13 સદી ફટકારવામાં આવી છે. જે લીગમાં સૌથી વધુ છે.
-સૌથી વધુ ખેલાડીઓને તક આપનાર ટીમ – RCB તરફથી અત્યાર સુધીમાં 157 ખેલાડીઓ રમી ચુક્યા છે.
-સૌથી વધુ કેચ પકડનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સે લીગમાં અત્યાર સુધીમાં 948 કેચ પકડ્યા છે.
-સૌથી વધુ સ્ટમ્પિંગ કરનાર ટીમ- KKRએ સૌથી વધુ 50 સ્ટમ્પિંગ કર્યા છે.
-સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર ટીમ – આરસીબી તરફથી સૌથી વધારે 46 સદીની ભાગીદારી થઈ છે.
-50+ ની સૌથી વધુ ભાગીદારી કરનાર ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધારે 242 અડધી સદીની ભાગીદારી નોંધાઇ છે.
-સૌથી વધુ નોકઆઉટ મેચ જીતનાર ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સે સૌથી વધુ 17 નોકઆઉટ મેચો જીતી છે.
-પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર ટીમ – મુંબઈ ઈન્ડિયન્સ પાવરપ્લેમાં સૌથી વધારે 365 વિકેટ લીધી છે.
-પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર – પાવર પ્લેમાં સૌથી વધુ સ્કોર કેકેઆરના નામે છે. તેણે 105 રન બનાવ્યા છે.





