Vaibhav Suryavanshi Century : આઈપીએલ 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં 7 ફોર અને 11 સિક્સર સાથે સદી ફટકારી હતી. આ સાથે જ તે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. આ સિવાય તે આઈપીએલમાં સદી ફકારનાર સૌથી યુવા પ્લેયર બન્યો છે.
આઈપીએલમાં સૌથી ઝડપી સદી ક્રિસ ગેઇલના નામે
આઈપીએલમાં સૌથી ઝડપી સદી ક્રિસ ગેઇલના નામે છે. ગેઈલે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી. યુસુફ પઠાણે 2010માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને પઠાણને પાછળ છોડી દીધો હતો.
આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેન
- 30 બોલ – ક્રિસ ગેઇલ આરસીબી વિ પૂણે વોરિયર્સ, 2013
- 35 બોલ – વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન વિ ગુજરાત, 2025
- 37 બોલ – યુસુફ પઠાણ, રાજસ્થાન વિ મુંબઈ, 2010
- 38 બોલ – ડેવિડ મિલર, પંજાબ વિ. આરસીબી, 2013
આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશીની આક્રમક સદી, રાજસ્થાને જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી
વૈભવ સૂર્યવંશી ટી20માં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો
વૈભવ સૂર્યવંશી ટી20માં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેણે 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા વિજય ઝોલ 18 વર્ષ અને 118 દિવસની ઉંમરે ટી20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન હતો. વિજય ઝોલએ આ સિદ્ધિ 2013માં મહારાષ્ટ્ર વિરુદ્ધ મુંબઈ વચ્ચેની મેચમાં મેળવી હતી.





