IPL 2025 Auction Highlights News: IPL 2025 માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસ સુધી મેગા હરાજી સોમવારે રાતે સંપન્ન થઇ. ₹639.15 કરોડ ખર્ચી આઇપીએલ 10 ટીમ ફ્રેન્ચાઇઝીઓએ 120 ભારતીય અને 62 વિદેશી મળી કુલ 182 ખેલાડીઓને કરારબદ્ધ કર્યા. પ્રથમ દિવસે ₹467.95 કરોડના ખર્ચે 72 ખેલાડીઓ અને બીજા દિવસે 171.20 કરોડના ખર્ચે 110 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા.
હરાજીના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓની ભારે બોલબાલા રહી હતી. ઋષભ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. IPL 2025 મેગા હરાજી પ્રથમ દિવસે 72 ખેલાડીઓ ખરીદવા ₹467.95 કરોડ ખર્યાયા છે. વિવિધ ટીમોએ પસંદગીના ખેલાડીઓ ખરીદવા માટે જાણે પોતાના પર્સ ખોલી દીધા હતા. IPL તમામ સિઝનનો રેકોર્ડ તૂટ્યો હતો. ઋષભ પંત ₹27 કરોડ કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. શ્રેયસ ઐયર ₹26.75 કરોડ સાથે બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. જ્યારે બીજા દિવસે ₹1.10 કરોડમાં ખરીદાયેલ 13 વર્ષિય વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી બન્યો છે.
IPL હરાજી ખેલાડીઓની યાદી સહિત ટીમ રણનીતિ અહીં ક્લિક કરી જાણી શકો છો.





