CSK vs PBKS Head To Head : આઈપીએલ 2025, ચેન્નઇ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 CSK vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં પંજાબનો વિજય થયો છે

IPL 2025 CSK vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં પંજાબનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs PBKS Head To Head, CSK vs PBKS, IPL 2025

CSK vs PBKS Head To Head : આઈપીએલ 2025, ચેન્નઇ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Chennai Super Kings vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 49મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 30 એપ્રિલના રોજ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ચેન્નઇ 9 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે પંજાબનો 9 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી.

Advertisment

ચેન્નઇ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં ચેન્નઇ અને પંજાબ વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ચેન્નઇનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને ચેન્નઇ વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 16 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 240 અને લોએસ્ટ સ્કોર 120 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 92 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. 2025ની સિઝનમાં બન્ને પ્રથમ રાઉન્ડમાં ટકરાયા હતા ત્યારે પંજાબ કિંગ્સનો વિજય થયો હતો.

આ પણ વાંચો - વૈભવ સૂર્યવંશી સંઘર્ષ સ્ટોરી : મુશ્કેલથી ચાલી રહ્યું છે ઘર, મમ્મી ફક્ત 3 કલાક જ ઊંઘે છે

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, આયુષ મ્હાત્રે, સેમ કુરેન, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, અઝમતુલ્લાહ ઓમરજાઇ, માર્કો જોન્સન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

આઈપીએલ 2025 પંજાબ કિંગ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ