IPL 2025 Chennai Super Kings vs Rajasthan Royals Head To Head Records : આઈપીએલ 2025ની 62મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 20 મે ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ચેન્નઇ 12 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 9 મેચમાં પરાજય થયો છે. જ્યારે રાજસ્થાનનો 13 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 10 મેચમાં પરાજય થયો છે. બન્નેના આઈપીએલ અભિયાનનો અંત આવ્યો છે.
ચેન્નઇ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ચેન્નઇ સુપર કિંગ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં ચેન્નઇ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 14 મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 246 અને લોએસ્ટ સ્કોર 109 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 223 છે અને લોએસ્ટ સ્કોર 126 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી રાજસ્થાનનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. 2025ની સિઝનમાં આ પહેલા બન્ને ટકરાયા ત્યારે રાજસ્થાનનો વિજય થયો હતો.
આ પણ વાંચો – અમદાવાદમાં LSG સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ લવંડર જર્સી પહેરી ઉતરશે, જાણો કારણ
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, વાનિન્દુ હસરંગા, ક્વેના મ્ફાકા, તુષાર દેશપાંડે, કુમાર કાર્તિકેયા, ફઝલહક ફારુકી.