CSK vs SRH Head To Head : આઈપીએલ 2025, ચેન્નઇ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 CSK vs SRH Head To Head : આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનો દબદબો છે. આઈપીએલમાં ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 6 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે

IPL 2025 CSK vs SRH Head To Head : આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનો દબદબો છે. આઈપીએલમાં ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 6 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs SRH Head To Head, CSK vs SRH, IPL 2025

CSK vs SRH Head To Head : આઈપીએલ 2025, ચેન્નઇ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Chennai Super Kings vs Sunrisers Hyderabad Head To Head Records : આઈપીએલ 2025ની 43મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 25 એપ્રિલના રોજ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ચેન્નઇ 8 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદ 8 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે.

Advertisment

ચેન્નઇ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનો દબદબો છે. આઈપીએલમાં ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 6 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 223 રન અને લોએસ્ટ સ્કોર 132 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 192 અને લોએસ્ટ સ્કોર 134 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ચેન્નઇ સુપરકિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી અને બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025માં આ ટીમ મેચ ફિક્સિંગના ઘેરામાં! જાણો કોણે લગાવ્યો આવો ગંભીર આરોપ

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.

આઈપીએલ 2025 સનરાઇઝર્સ હૈદરાબાદ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ