CSK vs DC IPL 2025 Updates, Chennai Super Kings vs Delhi Capitals: કેએલ રાહુલના 77 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 25 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવી શક્યું હતું. દિલ્હીએ સતત ત્રીજો વિજય મેળવી જીતની હેટ્રિક નોંધાવી છે. આ સિવાય ચેન્નઇન ચેપોક સ્ટેડિયમમાં 15 વર્ષ પછી દિલ્હી કેપિટલ્સે જીત મેળવી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, આર અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.





