IPL 2025 Chennai Super Kings vs Kolkata Knight Riders Head To Head Records : આઈપીએલ 2025ની 25મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 11 એપ્રિલના રોજ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનું પલડું ભારે છે.
ચેન્નઇ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ચેન્નઇ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે. બન્ને વચ્ચેના મુકાબલામાં સીએસકેનો હાઈએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 114 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 201 અને લોએસ્ટ સ્કોર 108 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં સીએસકેનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં કેકેઆરનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં ચેન્નઇનો વિજય થયો હતો.
આ પણ વાંચો – એમએસ ધોની હવે સીએસકેની કેપ્ટનશિપ કરશે
ચેન્નઇ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઇ કુલ 74 મેચ રમ્યું છે. જેમાં 51 મેચમાં વિજય થયો છે અને 22 મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી હતી.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, નૂર અહમદ, મુકેશ ચૌધરી, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી