CSK vs RCB Head To Head : આઈપીએલ 2025, આરસીબી વિ સીએસકે હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ આંકડા

IPL 2025 CSK vs RCB Head To Head : આઈપીએલમાં સીએસકે અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચો રમાઇ છે. જેમાં 21 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું

IPL 2025 CSK vs RCB Head To Head : આઈપીએલમાં સીએસકે અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચો રમાઇ છે. જેમાં 21 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs RCB Head To Head, CSK vs RCB, IPL 2025

CSK vs RCB Head To Head : આઈપીએલ 2025, આરસીબી વિ સીએસકે હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Chennai Super Kings vs Royal Challengers Bengaluru Head To Head Records : આઈપીએલ 2025ની આઠમી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ 28 માર્ચના રોજ ચેન્નઇમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનો દબદબો જોવા મળે છે.

Advertisment

આરસીબી અને સીએસકે હેડ ટુ હેડ

આઈપીએલમાં સીએસકે અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચો રમાઇ છે. જેમાં 21 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. બન્ને વચ્ચેના મુકાબલામાં સીએસકેનો હાઈએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 82 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 218 છે અને લોએસ્ટ સ્કોર 70 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ચેન્નઇનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં આરસીબીનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી. બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025 : ઇમ્પેક્ટ પ્લેયર બન્યા ગેમ ચેન્જર, આ મેચમાં હાર-જીતની બાજી પલટાવી

Advertisment

ચેન્નઇમાં આરસીસી અને સીએસકેનો રેકોર્ડ

ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સનો દબદબો છે. ચેન્નઇમાં આરસીબી અને સીએસકે વચ્ચે 9 મેચો રમાઇ છે. જેમાં 8 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. જ્યારે ફક્ત એક મેચમાં આરસીબી જીતવા સફળ રહ્યું છે. એક મેચ પણ પ્રથમ સિઝન એટલે કે 2008માં જીત હતી. આ પછી આરસીબીએ ચેન્નઇમાં જીતનો સ્વાદ ચાખ્યો નથી.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, મથિશા પથિરાના, નૂર અહેમદ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ