CSK vs RCB IPL 2025 Updates,Chennai Super Kings vs Royal Challengers Bengaluru : રજત પાટીદારની અડધી સદી પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 50 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં સીએસકે 20 ઓવરમાં 8 વિકેટે 146 રન બનાવી શક્યું હતું. આરસીબી તરફથી હેઝલવુડે 3 વિકેટ, જ્યારે યશ દયાલ અને લિવિંગસ્ટોને 2-2 વિકેટ ઝડપી હતી. આરસીબી 17 વર્ષ પછી ચેપોકમાં ચેન્નઇ સામે જીતવા સફળ રહ્યું છે. આ પહેલા 2008માં આરસીબીએ જીત મેળવી હતી.
ચેન્નઇ સુપર કિંગ્સ : રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દીપક હુડા, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, આર અશ્વિન, નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.





