DC vs LSG IPL 2025 Updates : આશુતોષ શર્માના લડાયક અણનમ 66 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 1 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્માએ 31 બોલમાં 5 ફોર અને5 સિક્સર સાથે અણનમ 66 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : ઋષભ પંત (કેપ્ટન) ડેવિડ મિલર, નિકોલસ પૂરન, એડન માર્કરામ, આયુષ બદોની, મિશેલ માર્શ, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ.
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.





