DC vs KKR Head To Head : આઈપીએલ 2025, દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 DC vs KKR Head To Head : આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી

IPL 2025 DC vs KKR Head To Head : આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
DC vs KKR Head To Head, DC vs KKR, IPL 2025

DC vs KKR Head To Head : આઈપીએલ 2025, દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Delhi Capitals vs Kolkata Knight Riders Head To Head Records : આઈપીએલ 2025ની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 29 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં દિલ્હી 9 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતાનો 9 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી.

Advertisment

દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે. આઈપીએલમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 98 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 271 અને લોએસ્ટ સ્કોર 97 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મુકાબલા થયા હતા અને બન્ને મેચમાં કોલકાતાનો વિજય થયો હતો.

આ પણ વાંચો - વૈભવ સૂર્યવંશી એ 35 બોલમાં સદી ફટકારી, રેકોર્ડનો વરસાદ કર્યો

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ : અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રોવમન પોવેલ, વૈભવ અરોરા, ચેતન સાકરીયા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ