DC vs PBKS Head To Head : આઈપીએલ 2025, દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 DC vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ રદ થઇ છે

IPL 2025 DC vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ રદ થઇ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PBKS vs DC Head To Head, PBKS vs DC, IPL 2025

PBKS vs DC Head To Head : આઈપીએલ 2025, પંજાબ કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Delhi Capitals vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 66મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 24 મે ના રોજ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં પંજાબ 12 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. જ્યારે દિલ્હીનો 13 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

Advertisment

દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 17 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 16 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ રદ થઇ છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 202 અને લોએસ્ટ સ્કોર 104 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 67 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. જ્યારે 1 મેચ રદ થઇ હતી. 2025ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જે રદ થઇ હતી.

આ પણ વાંચો - આઇપીએલ 2025ની ફાઇનલ અને ક્વોલિફાયર-2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જેન્સન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ

દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન.

આઈપીએલ 2025 પંજાબ કિંગ દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ