GT vs MI IPL 2025 Eliminator Updates, Gujarat Titans vs Mumbai Indians: રોહિત શર્માના 81 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025ની એલિમેનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે મુંબઈ ક્વોલિફાય-2માં પહોંચી ગયું છે. જ્યાં તે 1 જૂનના રોજ પંજાબ કિંગ્સ સામે મુકાબલો રમશે. બીજી તરફ ગુજરાતના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, કુશલ મેન્ડિસ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, ગેરાલ્ડ કોએટ્ઝ, આર સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
મુંબઈ ઈન્ડિયન્સ : જોની બેરિસ્ટો, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રિચાર્ડ ગ્લેસન.