/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/RCB-vs-PBKS-IPL-Final-2025-Live-updates-in-Gujarati.jpg)
Royal challengers Bengaluru vs Punjab Kings Live Score Updates : આઈપીએલ 2025 ફાઇનલ, પંજાબ વિ બેંગ્લોર વચ્ચે મેચ
RCB vs PBKS IPL Final 2025 updates: આરસીબી આઈપીએલ 2025માં ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીનું આઈપીએલ ટ્રોફી જીતવાનું પુરું થયું છે. વિરાટ કોહલીના 43 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે 6 રને વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવી શક્યું હતું. શશાંક સિંહના 30 બોલમાં 3 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સનું પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું રોળાઇ ગયું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, કાયલે જેમિસન, અઝમતુલ્લાહ ઓમરજાઇ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશક.
- Jun 03, 2025 23:51 IST
IPL Final 2025 RCB vs PBKS Live : આરસીબીએ પ્રથમ ટ્રોફી જીતી
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 𝐎𝐅 tataipl 𝟐𝟎𝟐𝟓 🏆🤩
The ROYAL CHALLENGERS BENGALURU have done it for the first time ❤rcbvpbks | final | thelastmile | @RCBTweetspic.twitter.com/x4rGdcNavS— IndianPremierLeague (@IPL) June 3, 2025
- Jun 03, 2025 23:29 IST
IPL Final 2025 RCB vs PBKS Live : આરસીબી ચેમ્પિયન
આરસીબી આઈપીએલ 2025માં ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીનું આઈપીએલ ટ્રોફી જીતવાનું પુરું થયું છે. વિરાટ કોહલીના 43 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે 6 રને વિજય મેળવ્યો છે.
- Jun 03, 2025 23:16 IST
IPL Final 2025 RCB vs PBKS Live : ઓમરજાઇ આઉટ
અઝમતુલ્લાહ ઓમરજાઇ 2 બોલમાં 1 રન બનાવી યશ દયાલની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 145 રને સાતમી વિકેટ ગુમાવી. પંજાબે 18 ઓવરમાં 150 રન પુરા કર્યા.
- Jun 03, 2025 23:11 IST
IPL Final 2025 RCB vs PBKS Live : ભુવનેશ્વરે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી
નેહલ વાઢેરા 18 બોલમાં 1 સિક્સર સાથે 15 રને અને માર્કોસ સ્ટોઇનિસ 2 બોલમાં 1 સિક્સર સાથે 6 રને ભુવનેશ્વર કુમારનો બીજો શિકાર બન્યો. ભુવનેશ્વરે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી છે.
- Jun 03, 2025 23:01 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબના 15 ઓવરમાં 4 વિકેટે 119 રન
પંજાબ કિંગ્સના 15 ઓવરમાં 4 વિકેટે 119 રન. નેહલ વાઢેરા અને શશાંક સિંહ રમતમાં છે.
- Jun 03, 2025 22:45 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબના 100 રન
પંજાબ કિંગ્સે 12.5 100 રન પુરા કર્યા. નેહલ વાઢેરા અને શશાંક સિંહ રમતમાં છે.
- Jun 03, 2025 22:44 IST
IPL Final 2025 RCB vs PBKS Live : જોશ ઇંગ્લિશ આઉટ
જોશ ઇંગ્લિશ 23 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે 49 રન બનાવી ક્રુણાલ પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 98 રને ચોથી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 22:31 IST
IPL Final 2025 RCB vs PBKS Live : શ્રેયસ ઐયર 1 રને આઉટ
શાનદાર ફોર્મમાં રહેલો શ્રેયસ ઐયર 2 બોલમાં 1 રન બનાવી શેફર્ડની ઓવરમાં આઉટ થયો. પંજાબ કિંગ્સને મોટો ફટકો પડ્યો છે. પંજાબે 79 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 22:27 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પ્રભસિમરન સિંહ આઉટ
પ્રભસિમરન સિંહ 22 બોલમાં 2 સિક્સર સાથે 26 રન બનાવી ક્રુણાલ પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 72 રને બીજી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 22:09 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબના 6 ઓવરમાં 52 રન
પંજાબ કિંગ્સે 6 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા. પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશ રમતમાં છે.
- Jun 03, 2025 22:06 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પ્રિયાંશ આર્યા આઉટ
પ્રિયાંશ આર્યા 19 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 43 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 21:28 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબ કિંગ્સને 191 રનનો પડકાર
આઈપીએલ 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 191 રનનો પડકાર મળ્યો છે.
- Jun 03, 2025 21:23 IST
IPL Final 2025 RCB vs PBKS Live : અર્શદીપ સિંહે એક ઓવરમાં 3 વિકેટ ઝડપી
રોમારિયો શેફર્ડ 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 17 રને, ક્રુણાલ પંડ્યા 5 બોલમાં 4 રને અને ભુવનેશ્વર કુમાર 1 રને અર્શદીપ સિંહનો શિકાર બન્યો. અર્શદીપ સિંહે એક ઓવરમાં 3 વિકેટ ઝડપી.
- Jun 03, 2025 21:13 IST
IPL Final 2025 RCB vs PBKS Live : જીતેશ શર્મા આઉટ
જીતેશ શર્મા 10 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 24 રન બનાવી વિજયકુમાર વૈશકની ઓવરમાં બોલ્ડ થયો. આરસીબીએ 171 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 21:09 IST
IPL Final 2025 RCB vs PBKS Live : લિવિંગસ્ટોન આઉટ
લિયામ લિવિંગસ્ટોન 15 બોલમાં 2 સિક્સર સાથે 25 રને જેમિસનની ઓવરમાં એલબી આઉટ થયો. આરસીબીએ 167 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 20:51 IST
IPL Final 2025 RCB vs PBKS Live : કોહલી 43 રને આઉટ
વિરાટ કોહલી 35 બોલમાં 3 ફોર સાથે 43 રન બનાવી અઝમતુલ્લાહ ઓમરજાઇની ઓવરમાં આઉટ કેચ આઉટ થયો. આરસીબીએ 131 રને ચોથી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 20:31 IST
IPL Final 2025 RCB vs PBKS Live : આરસીબીના 100 રન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા. વિરાટ કોહલી લિવિંગસ્ટોન રમતમાં છે.
- Jun 03, 2025 20:30 IST
IPL Final 2025 RCB vs PBKS Live : રજત પાટીદાર 26 રને આઉટ
કેપ્ટન રજત પાટીદાર 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 26 રને જેમિસનની ઓવરમાં એલબી આઉટ થયો. આરસીબીએ 96 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 20:05 IST
IPL Final 2025 RCB vs PBKS Live : મયંક અગ્રવાલ આઉટ
મયંક અગ્રવાલ 18 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 24 રને ચહલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 56 રને બીજી વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 19:45 IST
IPL Final 2025 RCB vs PBKS Live : સોલ્ટ 16 રને આઉટ
ફિલ સોલ્ટ 9 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 16 રન બનાવી જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 18 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Jun 03, 2025 19:38 IST
IPL Final 2025 RCB vs PBKS Live : અર્શદીપની પ્રથમ ઓવરમાં 13 રન
આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા. અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં 13 રન ફટકાર્યા.
- Jun 03, 2025 19:10 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, કાયલે જેમિસન, અઝમતુલ્લાહ ઓમરજાઇ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશક.
- Jun 03, 2025 19:09 IST
IPL Final 2025 RCB vs PBKS Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.
- Jun 03, 2025 19:06 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Jun 03, 2025 18:55 IST
IPL Final 2025 RCB vs PBKS Live : આઈપીએલ ક્લોઝિંગ દરમિયાન પર્ફોમન્સ
Lighting up the final with an enthusiastic Tribute Ceremony 🇮🇳tataipl | rcbvpbks | final | thelastmilepic.twitter.com/b0WptvNnIO
— IndianPremierLeague (@IPL) June 3, 2025
- Jun 03, 2025 18:36 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પ્રશંસકોમાં મેચનો ક્રેઝ
𝙏𝙝𝙚 𝙗𝙪𝙯𝙯 𝙞𝙨 𝙧𝙚𝙖𝙡 🥳tataipl | rcbvpbks | final | thelastmile | @RCBTweets | @PunjabKingsIPLpic.twitter.com/KGcfHTDGxe
— IndianPremierLeague (@IPL) June 3, 2025
- Jun 03, 2025 18:16 IST
IPL Final 2025 RCB vs PBKS Live : મોદી સ્ટેડિયમની બહાર આરસીબીના પ્રશંસકોનો જમાવડો
RCB may or may not win but this is what they have earned over the years without winning a Trophy.The jealousy from the rivals is there becz they know their teams have won 5 trophies yet they have lesser fans than a trophyless franchise rcbvspbksiplfinalpic.twitter.com/T6uCM77The
— Cover Drive (@day6596) June 3, 2025
- Jun 03, 2025 17:57 IST
IPL Final 2025 RCB vs PBKS Live : બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ
આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 18 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 રન અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 241 અને લોએસ્ટ સ્કોર 84 રન છે.
- Jun 03, 2025 16:16 IST
IPL Final 2025 RCB vs PBKS Live : આઈપીએલ 2025માં બેંગ્લોર અને પંજાબ ટીમનું કેવું છે પ્રદર્શન
આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરતા 19 પોઇન્ટ સાથે નંબર વન રહ્યું છે. પંજાબ 16 મેચ રમ્યું છે. જેમાં 10 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યું છે. આરસીબી 15 મેચ રમ્યું છે. જેમાં 10 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.
- Jun 03, 2025 16:15 IST
IPL Final 2025 RCB vs PBKS Live : પંજાબ વિ બેંગ્લોર વચ્ચે ફાઇનલ
આઈપીએલ 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us