RCB vs PBKS IPL 2025 Final : આઈપીએલ 2025 ફાઇનલ, બેંગ્લોર વિ પંજાબ હેડ ટુ હેડ, જાણો કોનો છે દબદબો

RCB vs PBKS IPL 2025 Final : આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 18 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

RCB vs PBKS IPL 2025 Final : આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 18 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ipl 2025 Final RCB vs PBKS, ipl 2025 Final, RCB vs PBKS

આઈપીએલ 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો (Pics : @IPL)

IPL 2025 Final Royal Challengers Bengaluru vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ છે.

Advertisment

આઈપીએલ 2025માં બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન

આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ શાનદાર પ્રદર્શન કરતા 19 પોઇન્ટ સાથે નંબર વન રહ્યું છે. પંજાબ 16 મેચ રમ્યું છે. જેમાં 10 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યું છે. આરસીબી 15 મેચ રમ્યું છે. જેમાં 10 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં પંજાબનો વિજય થયો છે જ્યારે 18 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 રન અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 241 અને લોએસ્ટ સ્કોર 84 રન છે.

આઇપીએલ 2025માં પંજાબ વિ બેંગ્લોર હેડ ટુ હેડ

આઈપીએલમાં 2025માં પંજાબ અને બેંગ્લોર વચ્ચે 3 મુકાબલા થયા છે. જેમાં 2 મેચમાં આરસીબીનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને છેલ્લે આઈપીએલ ક્વોલિફાયર 1 માં ટકરાયા હતા. જેમાં આરસીબીનો વિજય થયો હતો. આ મેચમાં જીત મેળવી આરસીબીએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે પંજાબ આ પરાજયનો બદલો લેવા માંગશે. બન્ને આ સિઝનમાં ચોથી વખત ટકરાશે.

Advertisment

આ પણ વાંચો - 2008 થી લઇને 2024 સુધી કોણ રહ્યું છે આઈપીએલ ચેમ્પિયન, જુઓ દરેક સિઝનની યાદી

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, કાયલે જેમિસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશક.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર પંજાબ કિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ