IPL 2025 Gujarat Titans vs Mumbai Indians Head To Head Records : આઈપીએલ 2025ની નવમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 29 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું સહેજ ભારે છે.
ગુજરાત વિ મુંબઈ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત વિ મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચો રમાઇ છે. જેમાં 3 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 233 અને લોએસ્ટ સ્કોર 168 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 218 છે અને લોએસ્ટ સ્કોર 152 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ગુજરાતનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2025 : ઇમ્પેક્ટ પ્લેયર બન્યા ગેમ ચેન્જર, આ મેચમાં હાર-જીતની બાજી પલટાવી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ 17 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 8 મેચમાં પરાજય થયો છે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રયાન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, વિગ્નેશ પુથુર.





