GT vs MI IPL 2025 Updates,Gujarat Titans vs Mumbai Indians : સાંઇ સુદર્શનની અડધી સદી (63) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 36 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવી શક્યું હતું. ગુજરાતે આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે. બીજી તરફ મુંબઈનો સતત બીજો પરાજય થયો છે.
ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે રબાડા અને સાઇ કિશોરે 1-1 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુથરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, સાઇ કિશોર, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રયાન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન.