અમદાવાદમાં શુભમન ગિલે મેળવી ખાસ સિદ્ધિ, ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

GT vs MI, IPL 2025 : આઈપીએલ 2025ની નવમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ખાસ સિદ્ધિ મેળવી

GT vs MI, IPL 2025 : આઈપીએલ 2025ની નવમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ખાસ સિદ્ધિ મેળવી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
shubman gill, GT vs MI, IPL 2025

શુભમન ગિલે મુંબઈ સામેની મેચમાં 27 બોલમાં 38 રન બનાવ્યા હતા (તસવીર - ગુજરાત ટાઇટન્સ ટ્વિટર)

GT vs MI, IPL 2025: આઈપીએલ 2025ની નવમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ ખાસ સિદ્ધિ મેળવી છે. શુભમન ગિલ આઈપીએલમાં એક વેન્યૂ પર સૌથી ઝડપી 1000 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે.

Advertisment

શુભમન ગિલે મુંબઈ સામે 38 રન બનાવ્યા

શુભમન ગિલે મુંબઈ સામેની આ મેચમાં 27 બોલમાં 38 રન બનાવ્યા હતા અને આ દરમિયાન એક સિક્સર અને 4 ફોર ફટકારી હતી. ગિલનો સ્ટ્રાઇક રેટ તેની ઇનિંગ્સ દરમિયાન 140.74 હતો. તેણે આ મેચમાં પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી અને સાઈ સુદર્શન સાથે પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી.

ગિલ સારી બેટિંગ કરી રહ્યો હતો અને મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ હાર્દિકની ઓવરમાં આઉટ થયો હતો. ગિલે હાર્દિક સામે આઈપીએલની 5 ઇનિંગ્સમાં 18 બોલનો સામનો કર્યો છે અને 11 રન બનાવ્યા છે. આ દરમિયાન હાર્દિકે તેને 4 વખત આઉટ કર્યો છે.

શુભમન ગિલે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

ગિલે આ મેચમાં રમાયેલી પોતાની ઈનિંગના આધારે અમદાવાદમાં આઈપીએલમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા. હવે તે આઇપીએલમાં એક જ વેન્યૂ પર સૌથી ઝડપી 1000 રન પુરા કરનારો બીજો બેટ્સમેન બની ગયો છે. ગિલે અમદાવાદમાં 20 ઇનિંગ્સમાં 1000 રન પુરા કર્યા હતા અને ડેવિડ વોર્નરને પાછળ રાખી દીધો હતો. વોર્નરે હૈદરાબાદમાં 22 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. આ યાદીમાં ગેલ પહેલા નંબર પર છે, જેણે બેંગલુરુમાં 19 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. અમદાવાદમાં ગિલ આ લીગમાં 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે.

Advertisment

આ પણ વાંચો -  આઈપીએલ 2025, મુંબઈ વિ ગુજરાત લાઇવ સ્કોર

આઈપીએલમાં એક વેન્યૂ પર સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટર

  • 19 ઇનિંગ્સ - ક્રિસ ગેલ, બેંગ્લોર
  • 20 ઇનિંગ્સ - શુભમન ગિલ, અમદાવાદ
  • 22 ઇનિંગ્સ - ડેવિડ વોર્નર, હૈદરાબાદ
  • 26 ઇનિંગ્સ - શોન માર્શ, મોહાલી
આઈપીએલ 2025 મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill IPL