IPL 2025 GT vs PBKS Head To Head Records : આઈપીએલ 2025ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 25 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સનું પલડું થોડું ભારે છે.
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચો રમાઇ છે. જેમાં 3 મેચમાં ગુજરાતનો વિજય થયો છે અને 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 142 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ગુજરાતનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ 16 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. શુભમન ગિલ પંજાબ સામે 5 મેચ રમ્યો છે. જેમાં 154.97ની સ્ટ્રાઇક રેટથી 296 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ પિતા બન્યો, પત્ની અથિયા શેટ્ટીએ પુત્રીને જન્મ આપ્યો
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
પંજાબ કિંગ્સ : શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, નેહલ વાઢેરા/સૂર્યંશ શેગડે, માર્કો જેનસેન, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.





