GT vs PBKS, IPL 2025: આઈપીએલ 2025, અમદાવાદમાં રનનો વરસાદ, 40 ઓવરમાં 475 રન બન્યા, ગુજરાત ટાઇટન્સનો પરાજય

GT vs PBKS Score, Gujarat Titans vs Punjab Kings IPL 2025 : શ્રેયસ ઐયરના 42 બોલમાં 5 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 97 રન. પંજાબ કિંગ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 11 રને રોમાંચક વિજય

GT vs PBKS Score, Gujarat Titans vs Punjab Kings IPL 2025 : શ્રેયસ ઐયરના 42 બોલમાં 5 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 97 રન. પંજાબ કિંગ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 11 રને રોમાંચક વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs PBKS Live Score, IPL 2025, GT vs PBKS

GT vs PBKS Score, IPL 2025: આઈપીએલ 2025, ગુજરાત વિ પંજાબ મેચ

IPL 2025GT vs PBKS Updates, Gujarat Titans vs Punjab Kings Score : શ્રેયસ ઐયરના અણનમ 97 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ સામે 11 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 5 વિકેટે 232 રન બનાવી શક્યું હતું.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, આર સાઇ કિશોર, રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યંશ શેગડે, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

  • Mar 25, 2025 23:24 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પંજાબ કિંગ્સનો 11 રને વિજય

    શ્રેયસ ઐયરના અણનમ 97 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ સામે 11 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 5 વિકેટે 232 રન બનાવી શક્યું હતું.



  • Mar 25, 2025 23:18 IST

    IPL 2025 GT vs PBKS Live Score : રુધરફોર્ડ 46 રને બોલ્ડ

    રાહુલ તેવાટિયા 2 બોલમાં 1 સિક્સર સાથે 6 રને રન આઉટ થયો. રુધરફોર્ડ 28 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 46 રને અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો.



  • Advertisment
  • Mar 25, 2025 23:09 IST

    IPL 2025 GT vs PBKS Live Score : જોશ બટલર 54 રને આઉટ

    જોશ બટલર 33 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 54 રને જાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાતે 199 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 22:30 IST

    IPL 2025 GT vs PBKS Live Score : સાંઇ સુદર્શન 74 રને આઉટ

    સાંઇ સુદર્શન 41 બોલમાં 5 ફોર અને 6 સિક્સર સાથે 74 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાત ટાઇટન્સે 145 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 22:20 IST

    IPL 2025 GT vs PBKS Live Score : સુદર્શનની અડધી સદી

    સાંઇ સુદર્શનને 31 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Mar 25, 2025 21:56 IST

    IPL 2025 GT vs PBKS Live Score : શુભમન ગિલ 33 રને આઉટ

    શુભમન ગિલ 14 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 33 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 61 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 21:55 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ગુજરાત ટાઇટન્સના 5 ઓવરમાં 50 રન

    ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા. શુભમન ગિલ અને સાઇ સુદર્શન રમતમાં છે.



  • Mar 25, 2025 21:18 IST

    IPL 2025 GT vs PBKS Live Score : શ્રેયસ ઐયરના અણનમ 97 રન

    શ્રેયસ ઐયરના 42 બોલમાં 5 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 97 રન. શશાંક સિંહના 16 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 44 રન. શ્રેયસ અને શશાંક વચ્ચે 28 બોલમાં 81 રનની ભાગીદારી નોંધાઇ.



  • Mar 25, 2025 21:16 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પંજાબ કિંગ્સના 20 ઓવરમાં 5 વિકેટે 243 રન

    શ્રેયસ ઐયરના 42 બોલમાં 5 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 97 રન. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવી લીધા છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 244 રનનો પડકાર મળ્યો છે.



  • Mar 25, 2025 21:08 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પંજાબ કિંગ્સના 200 રન

    પંજાબ કિંગ્સે 17.4 ઓવરમાં 200 રન પુરા કર્યા. શ્રેયસ ઐયર અને શશાંક સિંહ રમતમાં છે.



  • Mar 25, 2025 20:49 IST

    IPL 2025 GT vs PBKS Live Score : સ્ટોઇનિસ 20 રને આઉટ

    માર્કોસ સ્ટોઇનિસ 15 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 20 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં કેચ આઉટ. પંજાબે 162 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 20:36 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ઐયરની અડધી સદી

    શ્રેયસ ઐયરે 27 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Mar 25, 2025 20:28 IST

    IPL 2025 GT vs PBKS Live Score : મેક્સવેલ પ્રથમ બોલે આઉટ

    મેક્સવેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સાઇ કિશોરની ઓવરમાં એલબી આઉટ થયો. પંજાબે 105 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 20:23 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ઓમરજાઇ 16 રને આઉટ

    અઝમતુલ્લાહ ઓમરજાઇ 15 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 16 રને સાઇ કિશોરની ઓવરમાં આઉટ થયો.



  • Mar 25, 2025 20:20 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પંજાબ કિંગ્સના 100 રન

    પંજાબ કિંગ્સે 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા. શ્રેયસ ઐયર અને અઝમતુલ્લા ઓમરઝાઈ રમતમાં છે.



  • Mar 25, 2025 20:10 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પ્રિયાંશ આર્ય 47 રને આઉટ

    પ્રિયાંશ આર્ય 23 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 47 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 79 રને બીજી વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 19:46 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પ્રભસિમરન સિંહ 5 રને આઉટ

    પ્રભસિમરન સિંહ 8 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબ કિંગ્સે 28 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Mar 25, 2025 19:35 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પ્રિયાંશ અને પ્રભસિમરન સિંહ ઓપનિંગમાં ઉતર્યા

    પંજાબ કિંગ્સ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ ઓપનિંગમાં ઉતર્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવર ફેંકી. જેમાં 8 રન આપ્યા.



  • Mar 25, 2025 19:17 IST

    IPL 2025 GT vs PBKS Live Score : પંજાબ કિંગ્સ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, સૂર્યંશ શેગડે, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.



  • Mar 25, 2025 19:16 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, આર સાઇ કિશોર, રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.



  • Mar 25, 2025 19:04 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની પાંચમી મેચમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Mar 25, 2025 18:16 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં ગુજરાત અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચો રમાઇ છે. જેમાં 3 મેચમાં ગુજરાતનો વિજય થયો છે અને 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 142 રન છે.



  • Mar 25, 2025 18:15 IST

    IPL 2025 GT vs PBKS Live Score : ગુજરાત વિ પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2025ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે.



આઈપીએલ 2025 પંજાબ કિંગ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill IPL સ્પોર્ટ્સ