GT vs RR Head To Head : આઈપીએલ 2025, ગુજરાત વિ રાજસ્થાન હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 GT vs RR Head To Head : આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાંથી 5 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે

IPL 2025 GT vs RR Head To Head : આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાંથી 5 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs RR Head To Head, GT vs RR, ipl 2025

GT vs RR Head To Head : આઈપીએલ 2025, ગુજરાત વિ રાજસ્થાન હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Gujarat Titans vs Rajasthan Royals Head To Head Records : આઈપીએલ 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 9 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું ભારે છે.

Advertisment

ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાંથી 5 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 177 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 118 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતનો વિજય થયો હતો.

આ પણ વાંચો - ધોનીની નિવૃત્તિની અટકળો પર સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાંઇ કિશોર, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા.

આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill ક્રિકેટ IPL સ્પોર્ટ્સ