GT vs RR Highlights : આઈપીએલ 2025, ગુજરાત ટાઇટન્સનો આસાન વિજય, પોઇન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચ્યું

GT vs RR Score, Gujarat Titans vs Rajasthan Royals IPL 2025 : સાઇ સુદર્શનના 53 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 82 રન. ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 58 રને વિજય મેળવ્યો

GT vs RR Score, Gujarat Titans vs Rajasthan Royals IPL 2025 : સાઇ સુદર્શનના 53 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 82 રન. ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 58 રને વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs RR Live Score, IPL 2025, GT vs RR

GT vs RR Score, IPL 2025: આઈપીએલ 2025, ગુજરાત વિ રાજસ્થાન વચ્ચે મેચ

GT vs RR IPL 2025 Updates, Gujarat Titans vs Rajasthan Royals Highlights: સાઇ સુદર્શનની અડધી સદી (82) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 58 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, ફઝલક ફારુકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.

  • Apr 09, 2025 23:38 IST

    IPL 2025 GT vs RR Live : ગુજરાત ટાઇટન્સનો 58 રને વિજય

    સાઇ સુદર્શનની અડધી સદી (82) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 58 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે



  • Apr 09, 2025 23:37 IST

    IPL 2025 GT vs RR Live : પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    મહેશ તિક્ષાણા 13 બોલમાં 5 રન બનાવી સાઇ કિશોરની ઓવરમાં આઉટ થયો. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. રાશિદ ખાન અને સાઇ કિશોરની 2-2 વિકેટ ઝડપી.



  • Advertisment
  • Apr 09, 2025 23:15 IST

    IPL 2025 GT vs RR Live : હેટમાયર 52 રને આઉટ

    શિમરોન હેટમાયર 32 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 52 રને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં આઉટ થયો. તુષાર દેશપાંડે 3 રને આઉટ થયો.



  • Apr 09, 2025 23:08 IST

    IPL 2025 GT vs RR Live : હેટમાયરની અડધી સદી

    શિમરોન હેટમાયરે 29 બોલમાં 4 ફોર અને 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.



  • Apr 09, 2025 23:01 IST

    IPL 2025 GT vs RR Live : સેમસન 41 રને આઉટ

    સંજુ સેમસન 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 41 રને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં 41 રને કેચ આઉટ થયો. શુભમ દુબે 1 રને રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો. રાજસ્થાને 119 રને છઠ્ઠી વિકેટ ગુમાવી,



  • Apr 09, 2025 22:28 IST

    IPL 2025 GT vs RR Live : રાજસ્થાને 68 રનમાં ચાર વિકેટ ગુમાવી

    રિયાન પરાગ 14 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 26 રને અને ધ્રુવ જુરેલ 4 બોલમાં 1 ફોર સાથે 5 રને આઉટ થયો. રાજસ્થાને 68 રનમાં ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 22:07 IST

    IPL 2025 GT vs RR Live : નીતિશ રાણા આઉટ

    નીતિશ રાણા 3 બોલમાં 1 રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો. રાજસ્થાને 12 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 21:50 IST

    IPL 2025 GT vs RR Live : યશસ્વી જયસ્વાલ 6 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 7 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી અરશદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 10 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 21:26 IST

    IPL 2025 GT vs RR Live : રાજસ્થાન રોયલ્સને 218 રનનો પડકાર

    આઈપીએલ 2025ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 218 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 09, 2025 21:24 IST

    IPL 2025 GT vs RR Live : રાહુલ તેવાટિયાના અણનમ 24 રન

    રાહુલ તેવાટિયાના 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 24 રન. રાજસ્થાન તરફથી તુષાર દેશપાંડે અને મહેશ તીક્ષાણાએ 2-2 વિકેટ ઝડપી.



  • Apr 09, 2025 21:21 IST

    IPL 2025 GT vs RR Live : રાશિદ ખાનના 12 રન

    રાશિદ ખાન 4 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 12 રન બનાવી દેશપાંડેનો બીજો શિકાર બન્યો. ગુજરાતે 18.5 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.



  • Apr 09, 2025 21:20 IST

    IPL 2025 GT vs RR Live : સુદર્શન 82 રને આઉટ

    સાઇ સુદર્શન 53 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 82 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 187 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 21:05 IST

    IPL 2025 GT vs RR Live : શાહરુખ ખાન આઉટ

    શાહરુખ ખાન 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 36 રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. જ્યારે રુથરફોર્ડ 3 બોલમાં 1 ફોર સાથે 7 રને સંદીપ શર્માનો શિકાર બન્યો. ગુજરાતે 163 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 20:31 IST

    IPL 2025 GT vs RR Live : ગુજરાતના 100 રન

    ગુજરાત ટાઇટન્સે 11 ઓવરમાં 100 રન પુરા કર્યા. સાઇ સુદર્શન અને શાહરુખ ખાન રમતમાં છે.



  • Apr 09, 2025 20:27 IST

    IPL 2025 GT vs RR Live : બટલર આઉટ

    જોશ બટલર 25 બોલમાં 5 ફોર સાથે 36 રન બનાવી મહેશ તિક્ષાનાની ઓવરમાં એલબી આઉટ થયો. ગુજરાતે 92 રને બીજી વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 20:26 IST

    IPL 2025 GT vs RR Live : સુદર્શનની અડધી સદી

    સાઇ સુદર્શને 32 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડઘી સદી ફટકારી.



  • Apr 09, 2025 20:00 IST

    IPL 2025 GT vs RR Live : ગુજરાતના 50 રન

    ગુજરાત ટાઇટન્સે 5.1 ઓવરમાં 50 રન પુરા કર્યા. સાઇ સુદર્શન અને જોશ બટલર રમતમાં છે.



  • Apr 09, 2025 19:43 IST

    IPL 2025 GT vs RR Live : શુભમન ગિલ 2 રને બોલ્ડ

    શુભમન ગિલ 3 બોલમાં 2 રન બનાવી આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાત ટાઇટન્સે 14 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 09, 2025 19:14 IST

    IPL 2025 GT vs RR Live : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, ફઝલક ફારુકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.



  • Apr 09, 2025 19:13 IST

    IPL 2025 GT vs RR Live : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ



  • Apr 09, 2025 19:04 IST

    IPL 2025 GT vs RR Live : રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Apr 09, 2025 18:53 IST

    IPL 2025 GT vs RR Live : ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાંથી 5 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 177 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 118 રન છે.



  • Apr 09, 2025 18:53 IST

    IPL 2025 GT vs RR Live : ગુજરાત વિ રાજસ્થાન મેચ

    આઈપીએલ 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.



આઈપીએલ 2025 રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill ક્રિકેટ IPL સ્પોર્ટ્સ