આઈપીએલ 2025 : ગુજરાત ટાઇટન્સની હોમ મેચ માટે ઓનલાઇન ટિકિટોનું વેચાણ આ તારીખથી શરુ થશે

IPL 2025 : અમદાવાદમાં મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત ટાઇટન્સ (GT) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની હોમ મેચ માટે ઓનલાઇન ટિકિટોના વેચાણ ક્યારથી શરુ થશે તેની જાહેરાત કરી છે. અમદાવાદમાં કુલ 7 મેચો રમાશે

IPL 2025 : અમદાવાદમાં મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત ટાઇટન્સ (GT) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની હોમ મેચ માટે ઓનલાઇન ટિકિટોના વેચાણ ક્યારથી શરુ થશે તેની જાહેરાત કરી છે. અમદાવાદમાં કુલ 7 મેચો રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Titans team, IPL 2025

આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે પોતાની 25 સભ્યોની દમદાર ટીમ બનાવી છે (Pics : @gujarat_titans)

IPL 2025 : આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. અમદાવાદમાં મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત ટાઇટન્સ (GT) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની હોમ મેચ માટે ઓનલાઇન ટિકિટોના વેચાણ ક્યારથી શરુ થશે તેની જાહેરાત કરી છે. ટિકિટોનું વેચાણ બુધવારને 5 માર્ચથી પ્રારંભ થશે. ઝોમેટોની ડિસ્ટ્રીક્ટ એ ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર છે અને ચાહકો ગુજરાત ટાઇટન્સ એપ અને ડિસ્ટ્રીક્ટ એપ પરથી ટિકિટ્સ ઓનલાઇન ખરીદી શકશે. આ ઉપરાંત ઓફલાઇન ટિકિટ્સની ઉપલબ્ધતા અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે.

Advertisment

ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે ચાહકો કોઈપણ ટીમની કરોડરજ્જુ હોય છે અને તેમને સંપૂર્ણ અનુભવ મળે તે સુનિશ્ચિત કરવું પ્રાથમિકતા છે. અમે અમારા હોમ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાનું શરૂ કર્યું ત્યારથી અમે એ બાબતે ખૂબ જ ધ્યાન આપ્યું છે કે અમે ચાહકો અને દર્શકો માટે મેચ જોવાના અનુભવને કેવી રીતે વધારી શકીએ.

તેમણે કહ્યું કે ગયા વર્ષે અમારી 90 ટકાથી વધુ ટિકિટ્સ ઓનલાઇન ખરીદવામાં આવી હતી અને ઘરઆંગણે અમારા ચાહકોને ડિલિવર કરવામાં આવી હતી. 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે અમે મલ્ટી-મોડલ ટિકિટિંગ સિસ્ટમ લાવ્યા છીએ જે અમારા ચાહકોને સ્ટેડિયમમાં તેમનો સમય માણવા માટે તેમની ટિકિટ્સ મેળવવાનો સરળ અનુભવ પૂરો પાડશે. તબક્કાવાર ટિકિટિંગથી માંડીને સ્ટેડિયમમાં અન્ય રોમાંચક પ્રવૃત્તિઓ સુધીની જરૂરી તમામ સુવિધાઓ અંગે તેમને સહાય પૂરી પાડવામાં આવશે જેથી તેઓ સરળ રીતે એક્સેસ મેળવી શકે.

આ પણ વાંચો - રોહિત શર્મા વન-ડેમાં કેપ્ટન તરીકે સતત 11મી વખત ટોસ હાર્યો, આ ખેલાડીની કરી બરાબરી

Advertisment

અમદાવાદમાં કુલ 7 મેચો રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ કુલ 7 મેચો રમશે. 25મી માર્ચે પંજાબ કિંગ્સ સામેની પ્રથમ હોમ મેચ રમશે.

  • 25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, સાંજે 7.30 કલાકે
  • 29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે 7.30 કલાકે
  • 9 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7.30 કલાકે
  • 19 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3.30 કલાકે
  • 2 મે- ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 કલાકે
  • 14 મે- ગુજરાત ટાઇટન્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 કલાકે
  • 18 મે – ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, સાંજે 7.30 કલાકે
આઈપીએલ 2025 ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPL સ્પોર્ટ્સ