IPL 2025 Gujarat Titans vs Sunrisers Hyderabad Head To Head Records : આઈપીએલ 2025ની 51મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 2 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં ગુજરાત 9 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદનો 9 મેચમાંથી 3 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે.
ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું ભારે છે. આઈપીએલમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 3 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. એક મેચ રદ થઇ છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 162 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 195 અને લોએસ્ટ સ્કોર 154 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચ રદ થઇ છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે બે મુકાબલા થયા હતા. જેમાં એક મેચમાં ગુજરાતનો વિજય થયો હતો અને એક મેચ રદ થઇ છે.
આ પણ વાંચો – ગુજરાત ટાઇટન્સે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી, રાશિદ ખાન દાંડીયા રાસ રમ્યો
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, વોશિંગ્ટન સુંદર, કરિમ જન્નત, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિંદુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.