હાર્દિક પંડ્યા પર લાગ્યો પ્રતિબંધ, રોહિત શર્મા નહીં આ ખેલાડી બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન

IPL 2025 : મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ મેચ 23 માર્ચે ચેન્નાઇમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં હાર્દિકની સાથે સાથે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની પણ ખોટ સાલશે

Written by Ashish Goyal
March 19, 2025 14:54 IST
હાર્દિક પંડ્યા પર લાગ્યો પ્રતિબંધ, રોહિત શર્મા નહીં આ ખેલાડી બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન
હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા (તસવીર - મુંબઈ ઇન્ડિયન્સ)

IPL 2025 : આઈપીએલ 2025માં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ કરશે. ગત સિઝનની એક મેચના પ્રતિબંધને કારણે નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાને બહાર બેસવું પડશે. મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ મેચ 23 માર્ચે ચેન્નાઇમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે રમાશે. હાર્દિકને આઇપીએલ 2024ની છેલ્લી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. તેનો તે સિઝનનો તેનો ત્રીજો ગુનો હતો, જેના કારણે તેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને રુપિયા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચમાં હાર્દિકની સાથે સાથે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની પણ ખોટ સાલશે. હાર્દિક 29 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે મુંબઇની બીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ એમઆઈ 31 માર્ચે પોતાની પહેલી ઘરેલુ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.

પ્રથમ મેચમાંથી બહાર થયા બાદ હાર્દિકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તે મારા નિયંત્રણની બહાર છે. ગયા વર્ષે જે બન્યું તે રમતનો એક ભાગ છે. અમે છેલ્લી ઓવર દોઢ-બે મિનિટ મોડી ફેંકી હતી. તે સમયે મને ખબર ન હતી કે તેનું પરિણામ શું આવશે. તે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તે જ નિયમો કહે છે. મારે આ પ્રક્રિયાને અનુસરવી પડશે.

તેણે કહ્યું કે આગામી સિઝનમાં જો તેઓ આ નિયમ ચાલુ રાખશે કે તેમાં કોઇ ફેરફાર કરશે તો તેનો આધાર ઉચ્ચ અધિકારીઓ પર રહેશે. તેઓ ચોક્કસપણે જોશે કે શું વધુ સારું કરી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ