IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 શરૂ થવા જઇ રહી છે. બ્રોડકાસ્ટર્સે આ સિઝન માટે કોમેન્ટેટર્સની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનું નામ સામેલ નથી. મીડિયા રિપોર્ટ જણાવે છે કે બીસીસીઆઇએ જાણી જોઈને આ નિર્ણય લીધો છે. ઇરફાન પઠાણ પર કેટલાક ખેલાડીઓ સામે વ્યક્તિગત એજન્ડા ચલાવવાનો આરોપ છે.
ઇરફાન પઠાણથી ખુશ નથી ખેલાડીઓ
માયખેલે સૂત્રોના હવાલાથી લખ્યું છે કે કેટલાક ક્રિકેટરોએ ઈરફાન પઠાણ સામે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે ઓલરાઉન્ડર કોમેન્ટ્રી દરમિયાન ખેલાડીઓ સામે વ્યક્તિગત ટિપ્પણી કરે છે. ખેલાડીઓને આ વાત પસંદ આવી ન હતી. એક સ્ટાર ખેલાડીએ ઇરફાન પઠાણનો નંબર બ્લોક કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇરફાન પઠાણે તેના પર કરેલી ટિપ્પણીથી તે ખુશ ન હતો.
BCCI ઇરફાન પઠાણના વર્તનથી નારાજ
સૂત્રોએ એમ પણ કહ્યું હતુ કે આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન ખેલાડીઓના ઈન્ટરવ્યૂ લેતી વખતે એવો વ્યવહાર કર્યો હતો જે બીસીસીઆઈને પસંદ આવ્યો ન હતો. તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષથી આવું થઈ રહ્યું છે. તે કેટલાક ખેલાડીઓ સામે વ્યક્તિગત એજન્ડા ચલાવી રહ્યો છે. બીસીસીઆઈને તે પસંદ નથી. એટલા માટે જ તેનું નામ હટાવી દેવામાં આવ્યું, નહીં તો તેનું નામ લિસ્ટમાં હોવું જોઈતું હતું.
આ પણ વાંચો – આઈપીએલ 2025 કાર્યક્રમ એક ક્લિકમાં જાણો, અમદાવાદમાં 7 મેચો રમાશે
ઈરફાન પઠાણ એકમાત્ર એવો કોમેન્ટેટર નથી કે જેને બીસીસીઆઇનો ઓફિસિઅલ બ્રોડકાસ્ટર કોન્ટ્રાક્ટ મળ્યો નથી. આ પહેલા સંજય માંજરેકરને પણ તેમની ટિપ્પણીના કારણે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ન હતો.
વર્લ્ડ ફીડ કોમેન્ટેટર્સ
રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન, દીપ દાસગુપ્તા, શેન વોટ્સન, માઇકલ ક્લાર્ક, એરોન ફિન્ચ, વરુણ એરોન, અંજુમ ચોપરા, ડબલ્યુવી રમન, મુરલી કાર્તિક, ઇયોન મોર્ગન, ગ્રીમ સ્મિથ, હર્ષા ભોગલે, સાયમન ડુલ, નિક નાઇટ, ડેની મોરિસન, ઇયાન બિશપ, એલન વિલ્કિન્સ, કેટી માર્ટિન, નૈટેલી જર્મેનોઝ.
નેશનલ ફીડ
સુનીલ ગાવસ્કર, નવજોત સિંહ સિદ્ધુ, આકાશ ચોપરા, સંજય માંજરેકર, માઇકલ ક્લાર્ક, મેથ્યુ હેડન, માર્ક બાઉચર, આરપી સિંહ, શેન વોટ્સન, સંજય બાંગર, વરુણ એરોન, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, વિરેન્દ્ર સેહવાગ, શિખર ધવન, હરભજન સિંહ, અનિલ કુંબલે, સુરેશ રૈના, કેન વિલિયમ્સન, એબી ડિવિલિયર્સ, એરોન ફિન્ચ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોહમ્મદ કૈફ, પિયુષ ચાવલા.