Ishan Kishan: આઈપીએલ 2025 માં ઈશાન કિશન અલગ ફોર્મમાં દેખાઇ રહ્યો છે. રાજસ્થાન સામેની પહેલી મેચમાં તેણે સદી ફટકારી સનરાઇઝર્સ હૈદરાબાદના ફેન્સને ખુશ કર્યા છે. ઈશાન કિશનની ધૂંઆધાર બેટીંગને પગલે મુંબઈ ઈન્ડિયન્સને પછતાવો થયો છે અને રાજસ્થાન રોયલ્સ બરોબર ધોવાયું.
આઈપીએલ 2025 મુકાબલો શનિવારથી શરુ થયો છે. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું. જેમાં વિરાટ કોહલીએ ધૂંઆધાર બેટીંગ કરી ફેન્સને ખુશ કર્યા હતા. રવિવારે આઈપીએલ 2025 બીજી મેચમાં ઈશાન કિશને તોફાની ઇનિંગ રમી સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સને ખુશ કર્યા છે.
ઈશાન કિશને પહેલી મેચમાં જ ધૂંઆધાર બેટીંગ કરી આઈપીએલ 2025 ની પહેલી સદી પોતાને નામ કરી છે. ઇશાન કિશને 47 બોલમા 11 ફોર અને 6 સિક્સ સાથે 106 રન ફટકાર્યા. આઈપીએલ 2025 સિઝનમાં બીજી મેચમાં જ સદી નોંધાઇ છે. છેલ્લા એકાદ વર્ષથી ટીમ ઇન્ડિયાથી બહાર રહેલ ઇશાન કિશને સદી ફટકારી પસંદગી સમિતિને જોરદાર જવાબ આપ્યો છે.
ઈશાન કિશને સદી ફટકારી સનરાઈઝર્સ હૈદરાબાદને આઇપીએલ ઓલ ટાઇમ સૌથી બીજા હાઇએસ્ટ સ્કોર સુધી પહોંચાડી દીધું. રાજસ્થાન રોયલ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો વિજય થયો. આ સાથે મુંબઈ ઇન્ડિયન્સ પછતાયું છે અને રાજસ્થાન રોયલ્સ ધોવાયું. આઈપીએલ 2025 મેગા ઓક્શન વખતે મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને રિલીઝ કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે 11.75 કરોડ રુપિયામાં પોતાની ટીમમાં સમાવ્યો હતો.
આ પણ વાંચો: MI vs CSK મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યું
ઈશાન કિશન આઈપીએલ રેકોર્ડ અને સ્ટેટ જોઇએ તો તે 106 મેચ રમ્યો છે. 137.98 સ્ટ્રાઇક રેટ સાથે તેણે 2750 રન બનાવ્યા છે. 106 રનની હાઇએસ્ટ ઇનિંગ સાથે તેણે એક સદી ફટકારી છે. 16 ફિફ્ટી ફટકારી છે. 106 મેચમાં તેણે 266 ફોર અને 125 સિક્સ ફટકારી છે. ઇશાન કિશને આઈપીએલ 2026 સિઝનથી ડેબ્યુ કર્યું હતું.





