IPL 2025 KKR vs RCB Head To Head Records : આઈપીએલ 2025ની આજથી ધમાકેદાર શરૂઆત થઇ રહી છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કોલકાતાનું પલડું ભારે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 14 મેચમાં બેંગલોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કેકેઆરનો હાઈએસ્ટ સ્કોર 222 છે અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 221 અને લોએસ્ટ સ્કોર 49 રન છે.
છેલ્લા 5 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 5 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. છેલ્લી 5 મેચમાંથી કેકેઆરમો 4 મેચમાં વિજય થયો છે. ફક્ત 1 મેચમાં આરસીબીનો વિજય થયો છે. 2023 અને 2024ની સિઝનમાં કેકેઆર બધી મેચો જીતવા સફળ રહ્યું છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 કાર્યક્રમ એક ક્લિકમાં જાણો, અમદાવાદમાં 7 મેચો રમાશે
ઇડન ગાર્ડન્સ પર બન્ને ટીમનો રેકોર્ડ
કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર બન્ને ટીમના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો બન્ને વચ્ચે 12 મુકાબલા થયા છે. જેમાં કેકેઆરનો 8 મેચમાં અને આરસીબીનો 4 મેચમાં વિજય થયો છે. વિરાટ કોહલીએ કેકેઆર સામે 31 ઇનિંગ્સમાં 132.14ની સ્ટ્રાઇક રેટથી 962 રન બનાવ્યા છે.