KKR vs SRH IPL 2025 Updates, Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : વેંકટેશ ઐયર (60)અને અંગક્રીશ રઘુવંશી (50)ની અડધી સદી પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 80 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવ્યા હતા જવાબમાં હૈદરાબાદ 16.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. હૈદરાબાદનો સતત ત્રીજ પરાજય થયો છે.
કેકેઆર તરફથી વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ ઝડપી. જ્યારે આન્દ્રે રસેલે 2 અને હર્ષિત રાણા, સુનીલ નારાયણે 1-1 વિકેટ ઝડપી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રીશ રઘુવંશી, મોઇન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ :અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.