KKR vs CSK Head To Head : આઈપીએલ 2025, કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 KKR vs CSK Head To Head : આઈપીએલમાં ચેન્નઇ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે

IPL 2025 KKR vs CSK Head To Head : આઈપીએલમાં ચેન્નઇ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
KKR vs CSK Head To Head, KKR vs CSK, IPL 2025

KKR vs CSK Head To Head : આઈપીએલ 2025, કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Kolkata Knight Riders vs Chennai Super Kings Head To Head Records : આઈપીએલ 2025ની 57મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 7 મે ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં કોલકાતા 11 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. જ્યારે ચેન્નઇનો 11 મેચમાંથી 2 મેચમાં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે.

Advertisment

કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો સીએસકેનું પલડું ભારે છે. આઈપીએલમાં ચેન્નઇ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 31 મુકાબલા થયા છે. જેમાંથી 19 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે જ્યારે 11 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે. બન્ને વચ્ચેના મુકાબલામાં સીએસકેનો હાઈએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 103 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 201 અને લોએસ્ટ સ્કોર 107 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં સીએસકેનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં કેકેઆરનો વિજય થયો છે. 2025ની સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકારાયા હતા ત્યારે કોલકાતાનો વિજય થયો હતો.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મોઈન અલી, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.

Advertisment

ચેન્નઇ સુપર કિંગ્સ : શાઇક રાશિદ, આયુષ મ્હાત્રે, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), અંશુલ કંબોજ, નૂર અહમદ, મથીશા પાથિરાના, ખલીલ અહેમદ.

આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ chennai super kings Mahendra Singh Dhoni ક્રિકેટ IPL સ્પોર્ટ્સ