KKR vs PBKS Head To Head : આઈપીએલ 2025, કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025 KKR vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે

IPL 2025 KKR vs PBKS Head To Head : આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
KKR vs PBKS Head To Head, KKR vs PBKS, IPL 2025

KKR vs PBKS Head To Head : આઈપીએલ 2025, કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Kolkata Knight Riders vs Punjab Kings Head To Head Records : આઈપીએલ 2025ની 44મી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 26 એપ્રિલના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં પંજાબ 8 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 માં પરાજય થયો છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સનો 8 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 5 માં પરાજય થયો છે.

Advertisment

કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

કોલકાતા અને પંજાબ વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે. આઈપીએલમાં પંજાબ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 34 મુકાબલા થયા છે. જેમાંથી 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 262 રન અને લોએસ્ટ સ્કોર 111 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 261 અને લોએસ્ટ સ્કોર 95 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો પંજાબ કિંગ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ત્રણેય મેચમાં પંજાબનો વિજય થયો છે. જ્યારે એકપણ મેચ કોલકાતા જીતી શક્યું નથી. 2025ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને તે મેચમાં પંજાબનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2025 : 9 માંથી 7 મેચમાં પરાજય, શું રાજસ્થાન રોયલ્સ હવે પ્લેઓફમાં પહોંચી શકશે

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઈટ રાઈડર્સ : સુનીલ નારાયણ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જોન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ પંજાબ કિંગ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ