IPL 2025 DC vs LSG Head To Head Records : આઈપીએલ 2025ની ત્રીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉનું પલડું થોડું ભારે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં લખનઉ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 208 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 195 અને લોએસ્ટ સ્કોર 167 રન છે. 2024ની સિઝનમાં બન્ને મેચમાં દિલ્હીનો વિજય થયો હતો.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી દિલ્હીનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં લખનઉનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને મેચ દિલ્હીએ જીતી હતી.
આ પણ વાંચો – રિક્ષા ચાલકનો પુત્ર વિગ્નેશ પુથુર IPL ડેબ્યુ મેચમાં છવાયો, CSK ના હોશ ઉડાવ્યા
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : જેક ફ્રેઝર-મેકગુર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ટી નટરાજન.
લખનઉ સુપર જાયન્ટ્સ : અર્શિન કુલકર્ણી, મિચેલ માર્શ, ઋષભ પંત, નિકોલસ પૂરણ, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, રાજવર્ધન હંગરગેકર, રવિ બિશ્નોઈ, શમર જોસેફ.





