LSG vs MI Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ મુંબઈ હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ ફેક્ટ

IPL 2025 LSG vs MI Head To Head : આઈપીએલમાં લખનઉ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 5 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે

IPL 2025 LSG vs MI Head To Head : આઈપીએલમાં લખનઉ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 5 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs MI Head To Head, LSG vs MI, IPL 2025

LSG vs MI Head To Head : આઈપીએલ 2025, લખનઉ વિ મુંબઈ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Lucknow Super Giants vs Mumbai Indians Head To Head Records : આઈપીએલ 2025ની 16મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 4 એપ્રિલના રોજ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાશે. બન્ને વચ્ચે અત્યાર સુધીની આઈપીએલમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો લખનઉનો દબદબો છે.

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનઉ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 5 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 214 રન અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 196 રન અને લોએસ્ટ સ્કોર 132 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી ત્રણેચ મેચમાં લખનઉનો વિજય થયો છે. મુંબઈ એકપણ મેચ જીતી શક્યું નથી. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ હતી અને બન્ને મેચમાં લખનઉનો વિજય થયો હતો.

લખનઉ તેના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં 15 મેચો રમ્યું છે. જેમાં 7 મેચમાં લખનઉનો વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. 1 મેચ અનિર્ણિત રહી હતી.

Advertisment

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન.

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રયાન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન.

આઈપીએલ 2025 મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સુપર જાયન્ટ્સ હાર્દિક Rishabh pant IPL સ્પોર્ટ્સ