LSG vs MI IPL 2025 Updates, Lucknow Super Giants vs Mumbai Indians: મિચેલ માર્શ અને એડન માર્કરામની અડધી સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવી શક્યું હતું. મુંબઈને અંતિમ ઓવરમાં જીત માટે 22 રનની જરૂર હતી. જોકે 9 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, અબ્દુલ સમદ, દિગ્વેશ રાઠી, આકાશ દીપ, અવેશ ખાન.
મુંબઈ ઇન્ડિયન્સ : વિલ જેક્સ, રયાન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર.





